‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ 1000 કિમી વાવાઝોડું દૂર છે અને તે 12 જૂનના રોડ મોડી […]

'વાયુ' વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો
Follow Us:
| Updated on: Jun 10, 2019 | 12:25 PM

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ 1000 કિમી વાવાઝોડું દૂર છે અને તે 12 જૂનના રોડ મોડી સાંજે ત્રાટકી શકે છે.

આ પણ વાંચો: અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગાંધીનગર ખાતે પણ વાયુ વાવાઝોડાના પગલે વેધર વોચ ગ્રુપની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સહિત, હવામાન વિભાગના અધિકારી પણ હાજરી આપશે. આ મિટીંગમાં વાવાઝોડાની આશંકાને પગલે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમરેલીમાં જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બધા જ બંદરોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. મોટાભાગની બોટને પરત બોલાવી લેવાઈ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના કલેકટરો પણ વિશેષ સૂચના આપવામાં આવી છે. જો જરુર પડશે તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">