AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી: સાંકરિયાના પિતા-પુત્રએ ઊછેર્યું છે પ્રાકૃતિક બાગાયત આધારિત આંબાવાડિયું

પિતા-પુત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષથી સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બાગાયત કરી રહી છે, હાલમાં 10 વીઘાના આંબાવાડિયામાં કેસર, લંગડો, તોતાપુરી, આફૂસ જેવી વેરાયટીના ત્રણસોથી વધુ આંબા લહેરાય છે

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી: સાંકરિયાના પિતા-પુત્રએ ઊછેર્યું છે પ્રાકૃતિક બાગાયત આધારિત આંબાવાડિયું
સાંકરીયાના પિતા પુત્રએ ઊછેર્યું છે પ્રાકૃતિક બાગાયત આધારિત આંબાવાડિયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 4:49 PM
Share

કેરી તો કેરી હોય,સાત્વિક કેરી કેવી હોય? એવા કુતૂહલને સંતોષતા તેઓ જણાવે છે કે આ આંબાવાડિયાનો ઉછેર અમે સુભાષ પાલેકર પ્રેરિત ગાય (Cow) આધારિત પ્રાકૃતિક ખેતી (natural farming) અને બાગાયત (horticultural) ની પદ્ધતિ અનુસરીને કર્યો છે. એટલે એના પર પાકેલી કેરીને સાત્વિક કેરી કહીએ છીએ, કારણ કે અમારા આ આંબાને સાચવવા અમે રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ કરતાં જ નથી. વાસ્તવમાં ગૌ મૂત્ર અને ગોબરમાંથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતનો ઉપયોગ કરીને જો આંબા ઉછેરો તો મોરના રક્ષણ માટે કે વૃક્ષોના પોષણ માટે ખાતર કે જંતુનાશકો (Pesticides)  મોટે ભાગે વાપરવા પડતાં નથી.

મોર આવે ત્યારે તકેદારી રૂપે ખાટી છાશ અને જીવામૃતના મિશ્રણનો છંટકાવ કરી શકાય. તેમના આંબાવાડિયામાં કેસર, લંગડો, તોતાપુરી, આફૂસ જેવી વેરાયટીના ત્રણસોથી વધુ આંબા લહેરાય છે. ગાય આધારિત પ્રાકૃતિક બાગાયતથી તેમણે સીતાફળ પણ ઉછેર્યા છે.

શશીકાંતભાઈ અને કૃણાલ, પિતાપૂત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખાતર  અને જીવાતો કરતાં જમીનને વધુ હાનિકારક જંતુનાશકોને સદંતર જાકારો આપીને દેશી ગાયના ગોબર, ગૌ મૂત્ર,ખાટી છાશ,કડવી વનસ્પતિઓના પાંદડાંનો અર્ક ઇત્યાદિની મદદથી પ્રવાહી અને ઘન જીવામૃતની મદદથી તેમની ૩૦ વિંઘા જેટલી જમીનમાં સાત્વિક ખેતી અને બાગાયત કરી રહ્યાં છે. તેમણે દેશી ગાયોની ગૌશાળા પણ ઉછેરી છે.

આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કર્યા નથી

તેમનું કહેવું છે કે આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યાં નથી.અમારો ખેતી ખર્ચ લગભગ ૫૦ ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. જેમણે શુદ્ધ આહાર પસંદ છે તેવા લોકો ગાય આધારિત ખેતીના ચોખા, ઘઉં,કઠોળ જેવા સાત્વિક ઉત્પાદનોનો ભાવ રાસાયણિક ખેતીના ઉત્પાદનો કરતાં થોડો વધુ ચૂકવતા ખચકાતા નથી અને અમારો પાક લગભગ તો આગોતરા મળેલા ઓર્ડર પ્રમાણે ઘેરબેઠો વેચાઈ જાય છે.અત્રે એ યાદ રાખવું ઘટે કે આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે.જર્સી કે શંકર ગાયો માન્ય નથી.

આ ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે પ્રોત્સાહન

કૃણાલ પટેલ કહે છે કે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત ઉત્તમ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે.આ ખેતીના અનાજ,કઠોળ, શાકભાજી અને બાગાયત ઉત્પાદનો ને માટે વાજબી બજાર વ્યવસ્થા ગોઠવવા સરકાર તજવીજ કરી રહી છે.આત્માના માધ્યમ થી ગાય ઉછેરીને તેના આધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગૌ ઉછેર સરળ બનાવવા ગાય નિભાવ ખર્ચની યોજના અમલમાં મૂકી છે.

આત્મા સાથે જોડાયેલા ખેડૂતોનું ગ્રૂપ

કૃણાલ કહે છે કે વાઘોડિયા તાલુકાના નાના મોટા પચાસેક ખેડૂતો આ સુધારેલી અને સાત્વિક ખેતી કરે છે અને આત્મા સંસ્થા એ બનાવેલા ખેડૂત વોટ્સેપ ગ્રુપમાં જોડાઈ ને સતત એકબીજાના સંપર્કમાં રહે છે અને નવા પ્રયોગો અને અનુભવોનું આદાન પ્રદાન કરે છે.આ ગ્રુપમાં સદસ્યો આગામી મોસમમાં તેઓ કયા કયા અનાજ,કઠોળનું વાવેતર કરવાના છે અને મોસમ પૂરી થાય ત્યારે કયા અનાજ,કઠોળ ઉપલબ્ધ છે તેની વિગતો મૂકે છે.તેના આધારે ગ્રુપમાં જ આ ખેત ઉત્પાદનો મોટેભાગે વેચાઈ જાય છે. આમ,આ ગ્રુપ બજાર વ્યવસ્થા અને વેચાણ સરળ બનાવે છે.

શશીકાંત ભાઈએ હરિયાણામાં રાજ્યપાલની સંસ્થાની મુલાકાત લીધી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી છે અને હરિયાણામાં પ્રાકૃતિક ખેતી સંસ્થા ઊભી કરી છે.આત્મા દ્વારા યોજવામાં આવતા ખેડૂત પ્રવાસ હેઠળ શશીકાંતભાઈ ઉપરોક્ત ફાર્મની મુલાકાત લઈને તેના પ્રત્યક્ષ પાઠો શીખ્યા છે.તો કૃણાલે પણ બે શિબિરોમાં આ ખેતીની પદ્ધતિસરની તાલીમ મેળવી છે.

નાના પાયે પણ તેની શરૂઆત કરી શકાય

આ પિતાપુત્રની જોડી કહે છે કે શરૂઆતમાં દેશી ગાય આધારિત જીવામૃતની મદદથી જમીન સુધારવા અને આ ખેતીની ટેવ પાડવાના સમય દરમિયાન થોડી ધીરજ રાખવી પડે છે. તે પછી આ ખેતીમાં ઉત્પાદન સારું મળે છે, સાત્વિક મળે છે. નાના પાયે પણ તેની શરૂઆત કરી જોવા જેવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે

આ પણ વાંચોઃ Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો, 22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">