AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો,  22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો, 22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:05 AM
Share

સમારોહમાં મેડિકલ, ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર જેવી અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ (Ahmedabad)ની ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University)દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ (Innovation  Award) સમારંભ યોજાયો હતો. જેમાં મેડિકલ, ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર જેવી અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

22 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઇનોવેશન કાઉન્સિલ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં સંશોધન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કુલ 22 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ના 5 વિદ્યાર્થીઓ, પારુલ ઇન્સ્ટિટ્યૂટના 2 વિદ્યાર્થીઓ, નીયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 5 વિદ્યાર્થીઓ, અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 10 વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા પંચાલનું સંબોધન

કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ, એશિયન ગ્રેનીટો લિમિટેડના ચેરમેન કમલેશ પટેલ, હાયર એજ્યુકેશન સેક્રેટરી એસ જે હૈદર, GTU ના કુલપતિ નવીન શેઠ, રજિસ્ટ્રાર કે એન ખેર ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા પંચાલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ”આવનારા દિવસોમાં ડ્રોનનો જમાનો હશે. જે ઇનોવેશન આપણે કરી રહ્યા છે તેમાં ક્વોલિટી હોવી જોઈએ. પ્રોડક્ટમાં ક્વોલિટી નહી હોય તો નહી ચાલે.”

આ પણ વાંચો-

Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

આ પણ વાંચો-

સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી

g clip-path="url(#clip0_868_265)">