TV9 Exclusive : Dhamaka માં રવિ તેજા સિંગલ રોલમાં કે ડબલ રોલમાં ? જાણો ફિલ્મમાં કેવો થશે ધમાકો…
તેલુગુ ફિલ્મ 'ધમાકા' 23મી ડિસેમ્બર, 2022ના રોજ રીલિઝ થશે. રણવીર સિંહની 'સર્કસ' પણ આજ સમયમાં રીલિઝ થશે, હવે જોવાનું રહ્યુ કે કઇ ફિલ્મ ધમાકો કરશે.

સાઉથ સ્ટાર રવિ તેજાની ‘ધમાકા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, આ એક્શન એન્ટરટેઈનમેન્ટ તેલુગુ ફિલ્મ 23મી ડિસેમ્બર, 2022ના રોજ રીલિઝ થવાની તૈયારીમાં છે. ધમાકાને હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે, ક્રિસમસ રીલીઝ હોવાથી તે રણવીર સિંહની ‘સર્કસ’ પણ ટક્કર આપશે જે એક ડબલ હીરો ફિલ્મ છે. ધમાકાના ટ્રેલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જાણે રવિ તેજાનું ડબલ રોલમાં છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધમાકા ફિલ્મનો મોટો ધમાકો એ જ છે કે અભિનેતા રવિ તેજા તેમા દ્વિ પાત્ર ભજવે છે, પરંતુ રવિ તેના સિંગલ પાત્રમાં છે. મહત્વની વાત એ છે કે જ્યાંરે સ્ક્રીન પર ધમાકા થશે ત્યારે તે દર્શકોને માત્ર મંત્રમુગ્ધ જ નહીં પરંતુ આશ્ચર્યચકિત કરી દેશે.
અમારા સુત્રોએ એક ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે, આમા સરપ્રાઇસ એ છે કે આપણે બે પિતા અને બે પુત્રોને દર્શાવતી ઘણી વાર્તાઓ જોઈ છે પરંતુ આ રોલ રિવર્સલ હોઈ શકે છે. તે બે પિતા અને માત્ર એક પુત્ર છે જે પિતાની મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. પાત્રમાં પિતાના રોલમાં અભિનેતાઓ તનિકેલા ભરાની અને સચિન ખેડેકર અભિનય કર્યો છે. હવે વાચકો વિચારતા જ હશે કે બે પિતા અને એક જ પુત્ર-એક જન્મદાત્તા અને બીજા પાલક હશે? અરે.. જરા થોભો.. આ જ તો ફિલ્મમાં ટ્વીસ્ટ છે. સચિન ખેડેકર અને તનિકેલા દ્વારા ભજવવામાં આવેલા પિતા બંનેમાં તફાવત છે.
શું કહે છે નિર્માતા અભિષેક અગ્રવાલ
અમે નિર્માતા અભિષેક અગ્રવાલ સાથે આ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો કે તેમનું કહેવું હતું કે, “રવિ તેજાની ધમાકામાં આપણને શું ધમાકા જોવા મળશે?” તેમણે હસતા કહ્યુ કે “મોટો ધમાકો થવો જોઇએ, અમે ખુબ દિલથી આ ફિલ્મ બનાવી છે, રવિ તેજાની ફિલ્મ ગુરૂ જેવી જ આ ફિલ્મ છે.” ઉલ્લેખનીય છે ફિલ્મને હિન્દીમાં ડબ કરવામાં આવી રહી છે અને શું લાગે છે રણવીર સિંહના સર્કસને ધમાકા ટક્કર આપશે ?
સવાલના જવાબમાં નિર્માતાએ જણાવ્યુ કે, ”વો તો મૈને દેખા નહીં હૈ. હમ ક્લેશ હોગા યા નહીં વો નહીં દેખતે, હમ હમારા કામ કરતે હૈ.” તમે હિન્દી ફિલ્મ ક્યારે કરી રહ્યા છો? ‘રવિ તેજાની ગુરુ, સ્ટાર ફિલ્મ ટાઈગર નાગેશ્વર રાવ હિન્દીમાં રિલીઝ થશે. શૂટિંગ ચાલુ છે. તે કદાચ આવતા વર્ષે 2023માં રિલીઝ થશે.
અભિષેકના પ્રોડક્શમાં કામ કરી રવિ તેજા જાણે ઘર જેવી ફિલીંગ આવી, અભિષેક અગ્રવાલે કહ્યુ કે “જીનકે ભી સાથ મેં કામ કરતા હૂં વો ઘર કે હી હો જાતે હૈ.” તેમણે અમે પણ કહ્યુ કે તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલર સારો પ્રતિસાદ મળી રહ્યો છે, હવે ફિલ્મને લોકો તરફથી સારા પ્રતિસાદ મળે તેવી અપેક્ષા અને આશા છે.
ધમાકા પ્રમોશન કહે છે રવિ તેજાના ડબલ રોલ વિશે પુછવામાં આવ્યું તે તેમણે કહ્યુ કે ”આપ કો ફિલ્મ દેખની પડેગી, ફિલ્મ જોશો એટલે આપો આપ ખબર પડી જશે કે રવિ તેજા ડબલ રોલમાં છે કે સિંગલ, અમે ફિલ્મ ખુબ ખંતથી બનાવી છે, લોકોને તે પસંદ આવશે.” ધમાકાનું નિર્દેશન ત્રિનાથ રાવ દ્વારા કરવામાં આવ્યું છે અને પીપલ્સ મીડિયા ફેક્ટરી અને અભિષેક આર્ટ્સના બેનર હેઠળ ટીજી વિશ્વ પ્રસાદ અને અભિષેક અગ્રવાલ દ્વારા નિર્મિત છે.