અલ્લુ અર્જુન થી લઇને રામ ચરન સુધી આ તેલુગુ ફિલ્મ સ્ટારો પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ
ફિલ્મ સ્ટાર્સ લાર્જર ધેન લાઈફ જીવે છે, ઓન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન પણ. ઘણા લોકો તેમની વૈભવી જીવનશૈલી, લક્ઝરી કાર અને આલિશાન ઘર વિશે આશ્ચર્ય અનુભવતા હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ મોંઘી કાર કે મોંઘા ઘર નહીં પરંતુ મોંઘું 'પ્રાઈવેટ જેટ' નો છે.
એ વાત હકીકત છે કે ફિલ્મ સ્ટાર્સ લાર્જર ધેન લાઈફ જીવે છે, ઓન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન પણ. ઘણા લોકો તેમની વૈભવી જીવનશૈલી, લક્ઝરી કાર અને આલિશાન ઘર વિશે આશ્ચર્ય અનુભવતા હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ મોંઘી કાર કે મોંઘા ઘર નહીં પરંતુ મોંઘું ‘પ્રાઈવેટ જેટ’ નો છે. એવા અહેવાલ છે કે ઘણા ભારતીય ફિલ્મ સેલેબ્સ પાસે તેમના પોતાના પ્રાઇવેટ જેટ છે જેની કિંમત 50-80 કરોડ રૂપિયા છે.
તેઓ નજીકના એરપોર્ટ પર પાર્ક કરે છે અને તેમના ખાનગી વિમાનો ( private jets )ને જાળવણી અને સુરક્ષા માટે રાખવા માસિક લાખો રૂપિયા ખર્ચે છે. અહીં અમે તમને કેટલાક તેલુગુ ફિલ્મ (Telugu film) સ્ટારના નામ જણાવી રહ્યા છીએ જેમની પાસે તેમના પોતાના ખાનગી પ્રાઇવેટ જેટ હોવાના અહેવાલ છે.
રામ ચરણ
ચાહકો તેમને પ્રેમથી મેગા પાવર સ્ટાર તરીકે ઓળખાતા, રામ ચરણ કોનિડેલા એવા પ્રથમ ટોલીવુડ અભિનેતા છે જેમની પાસે તેમનું પ્રાઇવેટ જેટ ‘TruJet’ છે, જે દરરોજ 5-8 ફ્લાઇટ્સ ચલાવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ તેને સમય મળે છે, ખાસ કરીને ફિલ્મના પ્રમોશન દરમિયાન તે તેના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તે તેની પત્ની ઉપાસના કોનિડેલા સાથે તેના પ્રાઈવેટ જેટમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે.
અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુને તેના લગ્ન પછી પ્રાઇવેટ જેટ ખરીદ્યું હોવાના અહેવાલ છે. તાજેતરમાં, સ્ટાર અભિનેતા નાગા બાબુની પુત્રી નિહારિકા કોનેડાલાના લગ્ન માટે પોતાના જેટમાં ઉદેયપુર ગયા હતા. અલ્લુ અર્જુન તેની રેસ ગુરરામ ટીમ સાથે તેની ફિલ્મના માટે ખાનગી જેટમાં પ્રવાસ કરતો જોવા મળ્યો હતો.
નાગાર્જુન અક્કીનેની
આ યાદીમાં સામેલ થનાર વધુ એક સ્ટાર એક્ટર છે. અક્કીનેની નાગાર્જુન પણ પોતાનુ પ્રાઇવેટ જેટ છે જેનો ઉપયોગ પરિવાર સાથે રજા ગાળવા માટે કરે છે. હાલમાં જ નાગાર્જુનનો પરિવાર એક પ્રાઈવેટ જેટ પર ફેમિલી વેડિંગમાં હાજરી આપવા માટે જોવા મળ્યો હતો.
પૂજા હેગડે
માત્ર પુરૂષ સુપરસ્ટાર જ નહીં, ‘પૂજા હેગડે’ જેવી મહિલા સુપરસ્ટાર પણ ખાનગી જેટની માલિકી ધરાવે છે. નાગા ચૈતન્યની ‘Oka Laila Kosam (2014) સાથે તેની તેલુગુ ફિલ્મની શરૂઆત કરનાર આ મિસ યુનિવર્સ રનર-અપ, ”Aravinda Sametha Veera Raghava (2018), Maharshi (2019), Gaddalakonda Ganesh (2019),Ala Vaikunthapuramuloo (2020) જેવી ફિલ્મોને તેલુગુ સિનેમામાં ઘણી સફળતા મળી અને હાલ પણ તે ઘણી ભાષાઓમાં ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે.
ચિરંજીવી
તેલુગુ અભિનેતા અને ભૂતપૂર્વ રાજકારણી ચિરંજીવી પાસે એક ચાર્ટર પ્લેન પણ છે જેનો તેઓ વારંવાર ફિલ્મ પ્રમોશન ટ્રિપ્સ તેમજ કૌટુંબિક રજાઓ માટે ઉપયોગ કરતા હતા.
જુનિયર NTR
જુનિયર એનટીઆર એક ખાનગી જેટની પણ માલિકી ધરાવે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક
આ પણ વાંચો :Fitness : અભિનેત્રી સમીરા રેડ્ડી કેવી રીતે બની Fat to Fit ? જાણો તેનું સિક્રેટ