ચીન આ કેવી રીતે કરી રહ્યું છે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર? Video જોઈ તમે પણ ચોંકી ઉઠશો!

TV9 GUJARATI

|

Updated on: Jan 20, 2023 | 1:56 PM

દેશની આરોગ્ય એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો દૈનિક રિપોર્ટ જાહેર કરતી હતી. આ દરમિયાન, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપીને કે ડાઈરેક્ટ દફનાવીને નહીં પણ એક અલગ જ રીતે દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહી છે.

ચીન આ કેવી રીતે કરી રહ્યું છે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર? Video જોઈ તમે પણ ચોંકી ઉઠશો!
Corona In China

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે તે હવે નવા કોરોના કેસ વિશે માહિતી આપશે નહીં. જ્યારે દેશની આરોગ્ય એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો દૈનિક રિપોર્ટ જાહેર કરતી હતી. આ દરમિયાન, કોરોનાથી થયેલા મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપીને કે ડાઈરેક્ટ દફનાવીને નહીં પણ એક અલગ જ રીતે કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહી છે, જે જોઈને તમે પણ ચોકીં ઉઠશો. ત્યારે આ અંગે ચીનના માનવાધિકાર કાર્યકર્તાએ દાવો કર્યો છે કે ચીન કેવી રીતે દરરોજ કોરોનાથી માર્યા ગયેલા હજારો લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યું છે.

માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગનો દાવો

ચીનમાં કોરોનાનો આતંક યથાવત છે. કોરોના વાયરસના સંક્રમણથી લોકોના મોત બાદ ચીનના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લોકોની કતાર લાગી છે. ચીન સરકાર પર મૃત્યુઆંક છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ચાઈનીઝ બ્લોગર અને વ્હિસલબ્લોઅર જેનિફર ઝેંગની ટ્વિટર પોસ્ટ અનુસાર, કોરોનાથી બેફામપણે અને અસંખ્ય મૃત્યુથી પરેશાન, ચીન સરકાર હવે કોવિડના મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે અલગ ટેકનીકનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરી રહી છે. જેનું નામ આઈસ બ્યૂરિયલ ટેકનીક આપવામાં આવ્યું છે. એટલે છે બોડીને બરફ બનાવી દફન વીધિ કરવાની પ્રક્રિયા.

શું છે આઈસ બ્યૂરિયલ ટેકનીક ? (બરફ દફન પદ્ધતિ)

જેનિફરના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું અંતિમ સંસ્કાર વુહાન શહેરમાં પરીક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં, શબને તરત જ પ્રવાહી નાઇટ્રોજનમાં માઇનસ 196 ડિગ્રી પર સ્થિર કરવામાં આવે છે અને પછી મશીન તેને શક્ય તેટલા ઓછા સમયમાં પાવડરમાં રૂપાંતરિત કરી શકે છે. આ ખાસ પ્રક્રિયામાં મૃતદેહના અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરતાં ઘણો ઓછો સમય લાગે છે. ત્યારે આ રીતે કરવામાં આવે છે બોડીના અંતિમ સંસ્કાર.

26 જાન્યુઆરીએ 36,000 લોકોના મોતની આશંકા

ચીનમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક નવા અંદાજમાં સામે આવ્યું છે કે ચીનમાં કોવિડ-19નો પ્રકોપ વધવા જઈ રહ્યો છે અને 26 જાન્યુઆરીએ એક જ દિવસમાં લગભગ 36,000 લોકોના મોતની આશંકા છે. એવું પણ લાગે છે કારણ કે લાખો લોકો ચાઇનીઝ નવા વર્ષ માટે ઘરે જઈ રહ્યા છે. ચીને તાજેતરમાં જ પ્રતિબંધો હળવા કર્યા છે, જેના પછી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati