ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ચારૂસેટની ‘ઓજશ્વત’ ટીમે મચાવી ધૂમ, રાષ્ટ્રીયકક્ષાની ફોર્મ્યુલા રેસમાં બીજું સ્થાન મેળવ્યું

ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ચારૂસેટની ‘ઓજશ્વત’ ટીમે મચાવી ધૂમ, રાષ્ટ્રીયકક્ષાની ફોર્મ્યુલા રેસમાં બીજું સ્થાન મેળવ્યું
Charuset team wins second place in national level Formula Race

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઇ એસ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનીકલ અને ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખાના 14 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફોર્મ્યુલા રેસિંગ કાર ઓજશ્વત તૈયાર કરવામાં આવી હતી.

Dharmendra Kapasi

| Edited By: kirit bantwa

Jan 19, 2022 | 3:06 PM

ફોર્મ્યુલા ભારત રેસિંગ (Formula India Racing) કારની સ્પર્ધામાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી (Charusat University)ની ઓજશ્વત ટીમે ધૂમ મચાવી છે. આ એન્જિનિયર્સની ટીમે રાષ્ટ્રીયકક્ષાની ફોર્મ્યુલા રેસમાં ભાગ લઇને ડ્રેગ ઇવેન્ટમાં બીજું સ્થાન, એન્જિનિયરીંગ ડીઝાઇન પ્રેઝન્ટેશનમાં પાંચમું સ્થાન અને ઓવરઓલ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ફોર્મ્યુલા રેસિંગ કારની સ્પર્ધામાં ભારતભરમાંથી ૩૨ ટીમે ભાગ લીધો હતો.

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઇ એસ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનીકલ અને ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખાના ૧૪ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફોર્મ્યુલા રેસિંગ કાર ઓજશ્વત તૈયાર કરવામાં આવી હતી.

ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધા (Racing Car Competition) એવા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પુરું પાડે છે જેઓ ફોર્મ્યુલા કેટેગરીના વ્હીકલ તેના નિર્ધારિત પ્રદર્શન અને સલામતીના સ્પષ્ટીકરણો અનુસાર તેની ડિઝાઇનથી લઇને નિર્માણ કરવાની એન્જિનિયરીંગની સ્કીલ્સને લાગુ કરવાની ઇચ્છા ધરાવે છે. સ્પર્ધા યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ટીમોને તેમની પોતાની ફોર્મ્યુલા શૈલી, ઓટોક્રોસ રેસિંગ કારની કલ્પના કરવા, ડિઝાઇન કરવા, ફેબ્રિકેટ કરવા અને સ્પર્ધા કરવા માટેનો પડકાર આપે છે.

કોવિડ ૧૯ની મહામારીને પગલે ફોર્મ્યુલા ભારતની ઇવેન્ટ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને મોડમાં યોજવામાં આવી હતી જેમાં ચારૂસેટની ઓજશ્વત ટીમે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લેવાનું પસંદ કર્યુ હતું. વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લેવાનો હોય અમારે મહેનત થોડી વધુ કરવી પડી હતી, જેની માટે રેસિંગ કારનું થ્રી ડી મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન સ્પર્ધામાં ભાગ લીધો હોવાથી અમારે થોડી વધુ મહેનત કરવી પડી હતી.

ટીમના દરેક સભ્યને કામની સોંપણી કરી દેવામાં આવતી હતી જેના એક અઠવાડિયા બાદ તેનું રીપોર્ટિગ લેતા હતા. વર્ચ્યુઅલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોવાથી થોડી મહેનત વધુ થઇ પરંતુ શીખવાનું ઘણું બધુ મળ્યું હતું. ફોર્મ્યુલા કેટેગરીના વ્હીકલ બનાવવા અને ડિઝાઇન માટે એન્જિનિયરીંગની સ્કીલ્સનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્પર્ધામાં પ્લેટફોર્મ પુરું પાડવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓએ ડિઝાઇનીંગ, કારના ઘટકોના સોર્સિગ, ફેબ્રિકેટિંગ, કોસ્ટીંગ અને પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ પર કામ કરવાનું રહે છે.

આ પણ વાંચોઃ Anand: સાંસદે યોજી સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર લોકોને મળે તે માટે અધિકારીઓને સૂચના આપી

આ પણ વાંચોઃ બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati