બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!
ફૂડમાં મરેલો ઉંદર હોવાની જાણ થઇ તે પહેલાં કેટલાક લોકોએ ફૂડ ખાતા બીમારી પડ્યા, બીમાર લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા માંગ કરી
અમદાવાદ (Ahmedabad) માં એક રેસ્ટોરેન્ટના ફૂડમાંથી મંગાવેલા ફૂડમાં મરેલો ઉંદર (rat) નીકળવાની ઘટના સામે આવી છે. 17 જાન્યુઆરી સોમવારના રોજ નવા વાડજમાં રહેતા બાબુલાલ પરમાર તેમના પુત્ર પાર્થિવના પરિવારના સભ્યોએ દિલ્હી દરવાજાની સબજી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીની સબજી મંગાવી હતી.
આ સબ્જી પરિવારના સભ્યો રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા ત્યારે ખાધી. પહેલાં બાબુલાલ પરમાએ અને બાદમાં દિકરા વિશાલે પનીર ભુરજીની સબજી ખાધી હતી પછી દિકરો પાર્થિવ જમવા બેઠો હતો અને સાથે પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાયું હતુ જે બાદ જોયું તો પ્રથમ દષ્ટિએ સીમલા મિરચ હોવાનું જણાયું હતુ પણ બાદમાં સબજીના ડબ્બામાંથી બહાર કાઢીને જોયું હતુ તો તે મરેલો ઉંદર હતો. જે બાદ ફૂડ પોઇઝનિંગ થતા આ સબ્જી ખાતાં બીમાર પડેલા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા.
સબ્જીમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના પત્ની અને દિકરો ગભરાઇ ગયા હતા. તેઓને તાકીદે ગભરામણ થઇ હતી સાથે તેઓને ઉલટી આવી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી 108ને ફોન કર્યો હતો જેથી સાડા નવની આસપાસ 108 આવી હતી અને તેઓને સારવાર અર્થે લઇ ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. જે પૈકી પત્નીની હાલત નાજુક છે.
સમગ્ર મામલે પરિવારે AMCના આરોગ્ય વિભાગને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી.
ઉપરોક્ત તમામ ઘટનાથી બાબુલાલ તેમના પરિવારના સભ્યોને શારીરિક નુકશાન થયું છે સાથે માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું છે. જે સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરેન્ટ માલિક સામે કડક કાર્યવાહી કરવા પરમાર પરિવારે માગણી કરી છે. તો રેસ્ટોરેન્ટ (restaurant) માં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી તેવા આક્ષેપ કરી આ રેસ્ટોરેન્ટને તાકીદે સીલ કરવામાં આવે તેવી પણ રજુઆત AMC ના આરોગ્ય વિભાગને કરાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે
આ પણ વાંચોઃ Ahmedabad: માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો, વધુ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા