ચારધામ યાત્રા સાથે હવે લઈ શકશો એડવેન્ચરની મજા, IRCTC 8505 રૂપિયામાં કરાવશે 8 દિવસનો પ્રવાસ

  • Hardik Bhatt
  • Published On - 16:44 PM, 5 Dec 2020

IRCTC ટુરીસ્ટ માટે એક એવું પેકેજ લાવ્યું છે, જેમાં ફક્ત 8505 રૂપિયામાં 8 દિવસ અને 11340 રૂપિયામાં 12 દિવસ પ્રવાસ કરી શકાશે. 12 દિવસના પેકેજમાં શિરડી સાંઇ બાબા સાથે 4 જ્યોર્તિલીંગના દર્શન પણ થશે.. આ ટૂર પેકેમાં સ્ટેચ્યયુ ઓફ યુનિટિ પણ જોવા મળશે. 8 દિવસના પેકેજમાં દ્વારિકામાં દ્વારિકાધીશ મંદિરના દર્શન અને અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત સામેલ છે. 8 દિવસના પેકેજમાં શિરડીનો સમાવેશ નથી થતો.


IRCTCના પેકેજ મુજબ યાત્રીઓને ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારીકા, અમદાવાદ, પુના, પરલી વૈદ્યનાથ, ઔરંગાબાદ, શિરડી, નાસિક ફરવા માટે લઈ જવાશે.
12 દિવસનું પેકેજ
IRCTCનું આ ટૂર પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. જેમાં 20 ડિસેમ્બર 2020ની રાત્રે 12 કલાકે રીવાથી સ્પેશીયલ ટ્રેન ચલાવાશે.. આ ટૂર પેકેજમાં યાત્રીઓને 3AC અને SLEEPERમાં યાત્રા કરવા મળશે. આ સ્પેશીયલ ટ્રેનમાં સફર કરવા માટે યાત્રીઓને રીવા, સતના, મૈહર, કટની, જબલપુર, નરસિંહપુર, પિપરીયા, ઇટારસી, હોશંગાબાદ, હબીબગંજ, સિંહોર, મક્સી, દેવાસ જેવા સ્ટેશનોથી બોર્ડીંગ કરવા મળશે.
8 દિવસનું પેકેજ લોન્ચ
IRCTCએ 8 દિવસનું પેકેજ 10 થી 18 જાન્યુઆરી સુધી છે.. જેમાં ચારેય જ્યોર્તિલીંગની સાથે દ્વારીકામાં દ્વારીકાધીશ મંદિર અને અમદાવાદમાં સાબરમતી આશ્રમના દર્શન પણ થશે.પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લઇ જવાશે. જેમાં વારાણસી, જૌનપુર, ફૈઝાબાદ, લખનૌ, કાનપુર અને ઝાંસી તી બોર્ડીંગ કરી શકાશે.
સ્ટાન્ડર્ડ કેટેગરી
12 દિવસના ટૂર પેકેજની સ્ટાન્ડર્ડ કેટેગરી માટે પ્રતિ વ્યયકિત 11,340 રૂપિયા સર્વિસ ટેક્સ સહિત ખર્ચ કરવા પડશે. ટૂર પેકેજની કમ્ફર્ટ કેટેગરી માટે પ્રતિ વ્યકિત 13,860 રૂપિયાનો સર્વિસ ટેક્સ સહિત ખર્ચ કરવો પડશે.
શાકાહારી ભોજન
યાત્રીકોને રસ્તામાં કોમન હોલમાં જ રોકાણ આપવામાં આઆવશે.. યાત્રીકોને આ પ્રવાસ દરમ્યાન ફક્ત શાકાહારી ભોજન જ અપાશે. સાઈટ સિઈંગ માટે ટુરિસ્ટ બસોથી યાત્રીઓને લઈ જવાશે.
એનાઉન્સમેન્ટ સિસ્ટમ
ટ્રેનમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ લગાવાશે. દરેક કોચમાં સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત કરાશે. IRCTC ઓફિશિયલ ટ્રેનમાં ટ્રેન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હાજર રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો