બજેટ 2019ની જાહેરાત બાદ જાણો હવે ક્યાં ક્યાં કરી શકશો પૈસાની બચત?

બજેટ 2019ની જાહેરાત બાદ જાણો હવે ક્યાં ક્યાં કરી શકશો પૈસાની બચત?

મોદી સરકારે અંતરિમ બજેટમાં ટેક્સપેયર્સને ખુશ કરવામાં કોઈ કસર ન છોડી. નાણાં મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારે બજેટ 2019 રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી જેની કરદાતાઓ લાંબા સમયથી રહા જોઈ રહ્યાં હતા. આવો, તમને જણાવીએ કે સરકારે કેટલી અને શેના પર છૂટ જાહેર કરી છે જેનાથી થશે તમારા પૈસાની બચત. 5 લાખ સુધીની આવકવાળા […]

TV9 Web Desk3

|

Feb 01, 2019 | 9:23 AM

મોદી સરકારે અંતરિમ બજેટમાં ટેક્સપેયર્સને ખુશ કરવામાં કોઈ કસર ન છોડી. નાણાં મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારે બજેટ 2019 રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી જેની કરદાતાઓ લાંબા સમયથી રહા જોઈ રહ્યાં હતા. આવો, તમને જણાવીએ કે સરકારે કેટલી અને શેના પર છૂટ જાહેર કરી છે જેનાથી થશે તમારા પૈસાની બચત.

5 લાખ સુધીની આવકવાળા લોકોને હવે ટેક્સની ચિંતા નહીં

5 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણ રીતે ટેક્સમુક્ત રહેશે. અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સની છૂટ મળતી હતી. જેનાથી જે તે વ્યક્તિને વાર્ષિક રૂ.12,500ની બચત થશે.

વધુ કમાણી થતાં યોગ્ય રોકાણ કરશો તો પણ થશે ટેક્સ માફ

વિવિધ રોકાણોના વિકલ્પો સાથે 6.50 લાખ રૂપિયાની વ્યક્તિગત આવક પર કઈ ટેક્સ નહીં આપવો પડે. PF, અને યાદીમાં સામેલ ઈક્વિટીસમાં જો રોકાણ કર્યું હશે તો 6.50  લાખ આવક પર પણ ટેક્સ નહીં આપવો પડે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન

ગયા વર્ષે બજેટમાં સરકારે 40 હજાર રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શનની શરૂઆત કરી દીધી હતી. હવે તેને વધારીને 50 હજાર રૂપિયા કરી દેવાઈ છે. તેનાથી 3 કરોડથી વધુ વેતનધારકો અને પેન્શનધારકોને 4,700 રૂપિયાનો વધારાનો લાભ મળશે.

રેન્ટલ ઈન્કમ પર TDS મર્યાદા

ઘર ભાડે આપનાર લોકોએ અત્યાર સુધી વાર્ષિક રૂપિયા 1,80,000 પર TDS નહોતો ભરવો પડતો પરંતુ હવે તે મર્યાદા વધારીને 2,40,000 રૂપિયા કરી દેવાઈ છે.

બીજું ઘર છે તો પણ ટેક્સ નહીં

હવે બીજા ઘર પર ટેક્સ નહીં લાગે. હાલના સમયમાં ઘરના ભાડા પર ત્યારે જ ટેક્સ આપવાનો રહેતો હતો જ્યારે કોઈની પાસે એકથી વધારે મકાન હો અને બંનેમાં પોતે રહેતા હોય. પરંતુ હવે આ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સની કલમ 54 મુજબ આ છૂટ આપવામાં આવી છે.

વ્યાજ પર ટેક્સ નહીં લાગે

નાણાં મંત્રીએ બેંક અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર મળનારું રૂપિયા 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ હવે નહીં આપવો પડે. હાલ આ છૂટ 10 હજાર રૂપિયાના વ્યાજ પર હતી.

ગ્રેચ્યુઈટીની મર્યાદા વધી

સરકારે ગ્રેચ્યુઈટી પર ચૂકવાતા ટેક્સની મર્યાદા વધારીને રૂપિયા 20 લાખથી 30 લાખ કરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે 30 લાખ સુધીની ગ્રેચ્યુઈટી પર હવે ટેક્સ નહીં ભરવો પડે.

[yop_poll id=966]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati