પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ- 5: ખેરાલુમાં ફરી ભાજપની જીત, શું સમસ્યાઓનું આવશે સમાધાન?

2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના MLA ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક લડતા સીટ ખાલી પડી હતી. જ્યાં ભાજપે પોતાના પાયાના કાર્યકર એવા અજમલજી ઠાકોરને મેદાને ઉતાર્યો હતા તો કોંગ્રેસે પણ ઠાકોર વોટ બેંકના મતોનું ધ્રુવીકરણ કરવા બાબુજી ઠાકોરને ચૂંટણીનો ચહેરો બનાવ્યો હતો. જેના કારણે આ બેઠક પર ઠાકોર vs […]

પેટાચૂંટણીનું પોસ્ટમોર્ટમ ભાગ- 5:  ખેરાલુમાં ફરી ભાજપની જીત, શું સમસ્યાઓનું આવશે સમાધાન?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 05, 2019 | 2:06 PM

2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના MLA ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક લડતા સીટ ખાલી પડી હતી. જ્યાં ભાજપે પોતાના પાયાના કાર્યકર એવા અજમલજી ઠાકોરને મેદાને ઉતાર્યો હતા તો કોંગ્રેસે પણ ઠાકોર વોટ બેંકના મતોનું ધ્રુવીકરણ કરવા બાબુજી ઠાકોરને ચૂંટણીનો ચહેરો બનાવ્યો હતો. જેના કારણે આ બેઠક પર ઠાકોર vs ઠાકોરનો જંગ જામ્યો હતો. જો કે અહીંના મતદારો એ ફરી એકવાર ભાજપના સિમ્બોલ સાથે ઉભા રહેલા ઠાકોર ઉમેદવારને પોતાના નેતા માન્યા અને જીતનો તાજ પહેરાવ્યો.

ગુજરાતમાં 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ 53.69 % મતદાન થયું હતું. જો કે ખેરાલુ બેઠક પર મતદાન માત્ર46.19 % થયું હતું. જેના કારણે આ બેઠક પર જીતને લઈને ભાજપ ચિંતિત હતી. જેના અનેક કારણો પણ હતા. ચૂંટણી દરમ્યાન વર્તમાન સાંસદ ભરતજી ડાભી દ્વારા પ્રચારમાં યોગ્ય રીતે અજમલજીને સપોર્ટ કરવામાં આવતો ન હતો. ભરતજી ડાભી પાટણથી સંસદ બનતા પોતાના જ પરિવારના સભ્યને ટિકિટ મળે એવો આગ્રહ પાર્ટી પાસે રાખ્યો હતો. જો કે ભાજપ દ્વારા પરિવારવાદનો છેદ ઉડાડવા માટે અજમલજીને ટિકિટ આપવામાં આવી. અજમલજી આર્થિક રીતે સધ્ધર નથી. જેના કારણે પણ સ્થાનિક નેતાગીરી ક્યારેક તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અજમલજીએ તમામ વિખવાદોની જાણ પાર્ટીમાં પણ કરી હતી. બીજી તરફ કોંગ્રેસ ના ઉમેદવાર બાબુજી ઠાકોર પહેલા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વિધાનસભાની રાજનીતિથી ખૂબ સારી રીતે વાકેફ હતા. સતત મતદારો ના સંપર્કમાં રહેતા હતા. ખેરાલુ સિવિલ હોસ્પિટલની ખસ્તા હાલત હોય કે પછી ઐતિહાસિક ચીમના બાઈ સરોવરનો વણ ઉકેલાયેલો વિષય હોય કે પછી ખેડૂત અને પશુપાલકોની બેહાલી. આ તમામ મુદ્દાઓ કોંગ્રેસએ અહીં જોર શોરથી ઉઠાવ્યા હતા. ઓછું વોટીંગ અને કોંગ્રેસનો સતત રાજ્ય સરકારની નિષ્ફળતાઓની પ્રજા વચ્ચેની ચર્ચાના કારણે આ બેઠક કોંગ્રેસના ફાળે જશે અને ભાજપને હાર નો સામનો કરવાનો વારો આવશે એવું લાગી રહ્યું હતું.

જો કે પ્રજાએ ફરી એક વાર ભાજપ પર પોતાની પસંદગી ઉતારી અને ભાજપ પોતાની બેઠક સાચવવા માં સફળ રહ્યું. જો કે આ બેઠક પર ભાજપની જીત સાથે જ પ્રદેશની રાજનીતિના ડેપ્યુટી સી.એમ નીતિન પટેલનું કદ પણ વધી ગયું. કારણ કે આ બેઠકના પ્રભારી નીતિન પટેલ હતા. બેઠક પર જીતની જવાબદારી પાર્ટીએ નીતિન પટેલને સોંપી હતી. જે રીતે પક્ષ પલટુ નાઉમેદવારો વાળી બેઠક એટલે કે બાયડ અને રાધનપુરની જવાબદારી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી.  એ જ રીતે પરિવારવાદ અને આંતરિક ખેંચતાણવાળી સીટ ખેરાલુની જવાબદારી DyCm નીતિન પટેલને સોંપવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે પ્રદીપસિંહ એક પણ બેઠક પર પાર્ટીને જીત અપાવી ના શક્યા તો બીજી તરફ નીતિન પટેલને જે બેઠકની જવાબદારી સોંપાઈ હતી એ બેઠક પર ભાજપને ભગવો લહેરાવવામાં સફળતા મળી. જેના કારણે સરકાર અને સંગઠનમાં નીતિન પટેલનું કદ વધ્યું છે.  ચૂંટણી જીતવા અને જીતાડવામાં નાયબ પ્રધાન નીતિન પટેલની એક આગવી કુશળતાની નોંધ પણ લેવાઈ છે. જો કે ભાજપે ફરી એક વાર ચૂંટણી જીતી છે અને મગળવારે અજમલજી ઠાકોરએ MLA તરીકેના શપથ પણ લઈ લીધા છે.  જોવાનું એ છે કે આખરે ખેરાલુના વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોમાં સમાધાન આવે છે. ખેતી પર નભતી આ પ્રજાનો ચીમનબાઈ સરોવર નો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંતરિયાળ ગામડાથી શહેરોના આવવા બસ રોડ રસ્તાની કનેક્ટિવિટીનો અભાવ છે . નર્મદા કેનાલની લિંકિંગ કેનલો હજુ આ વિસ્તારમાં ના પહોંચતા આજે પણ ખેડૂતોને ખેતી માટે વરસાદના પાણી પર જ નભવું પડે છે. સિવિલ હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શું પરિસ્થિતિ હશે એ વિચારવું મુશ્કેલ છે. GIDCનું મકાન જર્જરિત હાલતમાં છે અને વર્ષોથી આજ પરિસ્થિતિમાં છે. અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે કોઈપણ  ચૂંટણી આવે  મતદારોને રીઝવવા  તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. ચૂંટણી પછી જૈસે થેની સ્થિતિમાં આવી જાય છે. આ ઘટનાક્રમમાં કોઈ ફેરફાર આવશે કે પ્રજાએ ફરી એક વાર ઠાલા વચનોથી જ સંતોષ માનવો પડશે એ જોવું રહ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">