Assembly Election Result 2021: રાહુલ ગાંધીએ પરિણામોના ટ્રેન્ડ બાદ હાર સ્વીકારી, કહ્યું આદર્શો અને મૂલ્યો માટે લડતા રહીશું

Assembly Election Result 2021 : દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષનો દેખાવ નબળો રહ્યો હતો. જેના પગલે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે અને કહ્યું હતું કે અમે નમ્રતાથી લોકોનો આદેશ સ્વીકારીએ છીએ. અમારા કાર્યકરો અને લાખો લોકો કે જેઓએ અમને ટેકો આપ્યો તેમનો આભાર. અમે અમારા મૂલ્યો અને આદર્શો માટે લડતા રહીશું. જય હિન્દ.

Assembly Election Result 2021: રાહુલ ગાંધીએ પરિણામોના ટ્રેન્ડ બાદ હાર સ્વીકારી, કહ્યું આદર્શો અને મૂલ્યો માટે લડતા રહીશું
Congress Leader Rahul Gandhi ( File Photo)
Follow Us:
| Updated on: May 02, 2021 | 8:43 PM

Assembly Election Result 2021: દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષનો દેખાવ નબળો રહ્યો હતો. જેના પગલે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ Rahul Gandhi એ ટ્વીટ કર્યું હતું કે અને કહ્યું હતું કે અમે નમ્રતાથી લોકોનો આદેશ સ્વીકારીએ છીએ. અમારા કાર્યકરો અને લાખો લોકો કે જેઓએ અમને ટેકો આપ્યો તેમનો આભાર. Rahul Gandhi એ કહ્યું કે અમે અમારા મૂલ્યો અને આદર્શો માટે લડતા રહીશું. જય હિન્દ.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે લોકશાહીમાં લોકોનો અભિપ્રાય સર્વોપરી છે. અમે ચૂંટણી પરિણામોને તમામ નમ્રતા અને જવાબદારી સાથે સ્વીકારીએ છીએ. મોદી સરકારને વિનંતી છે કે કોવિડ દર્દીઓ માટે ચુંટણીની હેરાફેરી છોડી દો, દવાઓ, હોસ્પિટલના બેડ અને ઓક્સિજન પ્રદાન કરો અને રસીકરણ કાર્યક્રમ અંગે રાષ્ટ્રીય નીતિ પર કામ કરો.

સુરજેવાલાએ કહ્યું કે અસમ અને કેરળના ચૂંટણી પરિણામો અમારા માટે ચિંતનનો વિષય છે. આ બંને રાજ્યોમાં અમારા કાર્યકરો અને નેતાઓએ એક સાથે ગ્રાસ રૂટ સખત મહેનત કરી, પરંતુ લોકોનો અભિપ્રાય હજી પણ અમારા પક્ષમાં નથી. બંને રાજ્યોમાં, એક જવાબદાર વિપક્ષ તરીકે, અમે ગૃહમાં અને ગૃહની બહાર પણ, સંપૂર્ણ શકિતથી લોકોની સમસ્યાઓ માટે ઉભા રહીશું.

અસમ અને કેરળમાં કોંગ્રેસ સત્તા પર પરત ફરવામાં નિષ્ફળ ગઈ, જ્યાં તે મુખ્ય વિપક્ષી પાર્ટી હતી. પશ્ચિમ બંગાળમાં તેનો પરાજય થયો હતો અને પુડુચેરીમાં પણ તેનો પરાજય થયો હતો. તમિળનાડુમાં કોંગ્રેસ સહિત ડીએમકેની આગેવાનીવાળી ગઠબંધન વિજય તરફ દોરી રહ્યું છે. જેમાં કોંગ્રેસ સામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">