અંકલેશ્વર એસટી ડેપોમાં પાર્ક બસ લઈ ફિલ્મી ઢબે ભાગ્યો યુવાન, એસટી સ્ટાફે પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો

અંકલેશ્વર એસટી ડેપોમાં પાર્ક બસ લઈ ફિલ્મી ઢબે ભાગ્યો યુવાન, એસટી સ્ટાફે પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો


અંકલેશ્વરમાં એસટી ડેપોમાંથી બસની ચોરીના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચકચૂર એક શક્શ ડેપોમાંથી બસ લઈ ભાગ્યો હતો જેને એસટીના સ્ટાફે પીછો કરી નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. યુવાનને ઝડપી પાડી પોલીસના હવાયેલી કરાયો છે. ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે બસની ચોરીનો પ્રયાસ પૈસા માટે ન હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ઘટનાનું કારણ જાણવા પોલીસે પૂછપરછ શરુ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અંકલેશ્વર એસ્ટ ડેપોના વર્કશોપમાં પાર્ક કરાયેલી એક બસ ફિલ્મી ઢબે ડેપોની બહાર નીકળતા કચેરીનો મોટાભાગનો સ્ટાફ પીછો કરવા ભાગ્યો હતો. બસ ડેપોની ભાર નીકળી એક પેસેન્જર વેહિકલ સાથે ટકરાયા બાદ અટકી હતી. એસટી સ્ટાફ તાત્કાલિક બસમાં ચડી જઈ સ્ટિયરિંગકંટ્રોલ હાથમાં લઈ બસ ચલાવનાર વ્યક્તિને ઉતારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં બસ ચોરીનો પ્રયાસ કરનાર અંકલેશ્વરના પુનગામનો રાકેશ પરમાર હતો જે નશામાં હતો. પોલીસ અનુમાન લગાવી રહી છે કે ધોળા દિવસે બસની ચોરીનો આ પ્રયાસ પૈસા માટે થયો હો તેમ લાગતું નથી ત્યારે ચોરીના પ્રયાસનું સાચું કારણ બહાર લાવવા રાકેશની પૂછપરછ કરાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati