VIDEO: કોરોનાને લલકારતા નેતા ! વડોદરા ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે આજકાલ જાણે કે નિયમભંગ કરવાની હોડ જામી હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મેયર ભરત ડાંગરે હોસ્પિટલમાં કેક કાપીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભગ કર્યો. તો વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ નિયમોના લીરેલીરે ઉડાડ્યા. તો હવે આ બંને નેતાઓને નિયમ તોડવાનો પડકાર ફેંકતા હોય તેમ ભાજપના કાઉન્સિલર મનિષ પગારે પણ જાહેરમાં પોતાના જન્મદિવસની […]

VIDEO: કોરોનાને લલકારતા નેતા ! વડોદરા ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 9:15 AM

વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે આજકાલ જાણે કે નિયમભંગ કરવાની હોડ જામી હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મેયર ભરત ડાંગરે હોસ્પિટલમાં કેક કાપીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભગ કર્યો. તો વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ નિયમોના લીરેલીરે ઉડાડ્યા. તો હવે આ બંને નેતાઓને નિયમ તોડવાનો પડકાર ફેંકતા હોય તેમ ભાજપના કાઉન્સિલર મનિષ પગારે પણ જાહેરમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરીને નિયમોની ઐસિતૈસિ કરી નાખી.

જન્મદિવસની ઉજવણીના નામે ભાજપના કાઉન્સિલર મનિષ પગારે નાગરિકોને અનાજની કિટની વહેંચણી કરી હતી અને લોકોના ટોળા એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ધરાર ભંગ કર્યો હતો. જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ હતી કે આ ઉજવણીમાં અકોટા બેઠકના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલે સહિત કેટલા કાઉન્સિલરો પણ હાજર હતા. જોકે કોઇ નેતાને સોશિયલ ડિસ્ટન્સના પાલનની બુદ્ધિ જ ન સુજી અને નિમયનો ભંગ કરીને આ નેતાઓ પોતાનો જીવ તો જોખમમાં મુકે છે. સાથે જ અન્ય નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે નિયમો બતાવતું તંત્ર આ નેતાઓ સામે કાર્યવાહી કરશે…?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">