CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

દેશની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં CABને પસાર કરી અને કાયદાનું રૂપ આપ્યા બાદ સમગ્ર દેશમાં ઠેર-ઠેર વિરોધ ચાલુ છે. જેને લઈ હવે ભાજપ એક્શનમાં આવ્યું છે. CAAને લઈ લોકોની વચ્ચે જવા માટેની કવાયત ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે એક બેઠક બોલવામાં આવી હતી. ખુદ મુખ્યમંત્રીએ પાર્ટીના હોદેદારો અને કાર્યકરોને આ કાયદા અંગે નાગરિકોને માહિતગાર કરવા આગેવાનોને સૂચના આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રીઓ અને જિલ્લા તથા મહાનગરના પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં કાર્યકરોને CAA અંગે સાચી માહિતી પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 24 ડિસેમ્બરના રોજ નાગરિક સમિતિ સાથે મળી જુદા જુદા જિલાલમાં આ કાયદા વિશે નોન પોલિટિકલ કાર્યક્રમ કરવામાં આવશે. 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ કાયદા અંગે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ રાજ્યની યુનિવર્સિટી અને કોલોજોના વિદ્યાર્થીઓ સાથે ભાજપના બુદ્ધિજીવીઓ કાર્યક્રમ કરશે. તો 25 ડિસેમ્બરે અટલટ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિતે ગુડ ગવર્નન્સ દિવસની ઉજવણી કરવા પાર્ટીના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે.

આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કાર્યકરોને CAA અંગે જાગૃતિ ફેલાવવા સંગઠનને આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, કોલેજો, યુનિવર્સિટીઓમાં યુવા મોરચાના માધ્યમથી જનજાગૃતિનું કામ થશે. કોંગ્રેસના અપપ્રચારને ખાળવા સંગઠન મેદાને આવું પડશે. સરકારના નિર્ણયો લોકો સુધી પહોંચાડવા સક્રિય થવા સંગઠનને ટકોર કરી હતી. તે ઉપરાંત પ્રદેશ ભાજપનું સંગઠન દેશમાં સૌથી મજબૂત છે. ત્યારે જનજાગૃતિનું અભિયાન પણ મજબૂતીથી કરવું પડશે. 1925થી આપણા કાર્યકારો અને આગેવાનો આ તમામ મુદ્દાઓને લઈને લડતા રહ્યા છે. ત્યારે કાર્યકરોને કામ કરવા આહવાન કર્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જિતુ વાઘાણી આ રીતે સંગઠનને કર્યું પ્રશિક્ષિત

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, CAAને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષો એક ચોક્કસ ધર્મ સમૂદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 24 ડિસેમ્બરે તમામ જિલ્લાઓમાં નાગરિક સમિતિઓની બિનરાજકીય રેલીઓ છે. જેને ભાજપ સમર્થન કરશે અને ભાજપના કાર્યકરો જોડાશે. કાયદાના સમર્થનમાં તમામ લોકો જોડાશે. આ દેશહિત અને દેશ માટેનો નિર્ણય છે. જેને લોકોનું સમર્થન છે. 25 ડિસેમ્બરે કૃષિ સંમેલનો યોજવાના છે. 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘરે-ઘરે સંપર્ક અભિયાન થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CAAની સાચી વાત પત્રિકા સાથે લોકો સુધી પહોંચાડશે. બૌદ્ધિક સંમેલનો, યુવાનો સુધી કોલેજોમાં સંપર્ક અભિયાન થશે. 29 ડિસેમ્બરે PM મોદીના મનની વાત બૂથ સ્તરે કાર્યકરો સાંભળે છે. ત્યાં પણ સંપર્ક અભિયાન ચાલશે. ત્રણ મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ સાથે પણ મુલાકાત કરશે ભાજપ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે જ ભાજપ CAA મામલે દેશના નાગરિકો અંગે જાગૃત કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહશે કે આ કાર્યક્રમો કેટલા અસરકારક રહશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati