તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ દરમિયાન આખલાએ 14 વર્ષના છોકરાને કચડ્તા નિપજ્યું મોત

TV9 GUJARATI

|

Updated on: Jan 22, 2023 | 10:09 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આખલાએ ગોકુલને ખરાબ રીતે કચડી નાખ્યો હતો. જેના કારણે તેને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ દરમિયાન આખલાએ 14 વર્ષના છોકરાને કચડ્તા નિપજ્યું મોત
14-year-old boy died after being trampled by a bull in Jallikattu

Follow us on

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા આવેલા એક બાળકનું મોત થયું છે. આ ઘટના ધર્મપુરીની છે. અહીં એક 14 વર્ષના બાળકને આખલા દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. તે તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ ઉત્સવ નિહાળવા આવ્યો હતો. આ વર્ષે જલ્લીકટ્ટુ દરમિયાન આ ચોથું મૃત્યુ છે. આ કાર્યક્રમનું આયોજન થડાંગમ ગામે કરવામાં આવ્યું હતું. ઘટના સમયે ગોકુલ તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ જોવા ગયો હતો. ત્યારે એક આખલાએ તેના પેટમાં હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો.

ગોકુલને તાત્કાલિક ધર્મપુરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ધર્મપુરી પોલીસે તપાસ શરૂ કરી છે. ગોકુલ કેવી રીતે ઘાયલ થયો તે જાણવા માટે ઈવેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ગોકુલ આ વર્ષે જલ્લીકટ્ટુ સંબંધિત મૃત્યુ પામનાર ચોથો વ્યક્તિ છે.

આ રીતે વિજેતા નક્કી થાય છે

જલ્લીકટ્ટુ એ તમિલનાડુમાં એક લોકપ્રિય રમત છે. જે જાન્યુઆરીના મધ્યમાં પોંગલ લણણીની મોસમ દરમિયાન રમાય છે. આખલાના ખૂંધ પર વ્યક્તિ કેટલો સમય ટકી રહે છે, તેના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તમિલનાડુમાં મટ્ટુ પોંગલના ભાગ રૂપે આ પ્રેક્ટિસ કરવામાં આવે છે, જે ચાર દિવસીય લણણી ઉત્સવનો ત્રીજો દિવસ છે. તમિલ શબ્દ ‘મટ્ટુ’ નો અર્થ થાય છે બળદ, અને પોંગલનો ત્રીજો દિવસ પશુઓને સમર્પિત છે, જે કૃષિમાં મુખ્ય ભાગીદાર છે.

350 ખેલાડીઓને પરવાનગી મળી હતી

જલ્લીકટ્ટુ સ્પર્ધામાં માત્ર 300 બુલ ટેમર અને 150 દર્શકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લગભગ 10 હજાર આખલા અને 5400 ટેમરોએ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી આપી હતી. જેમાંથી માત્ર 800 આખલાઓને જ જોડાવા માટે પરવાનગી આપવામાં આવી હતી. એક આખલો ત્રણમાંથી માત્ર એક ઇવેન્ટમાં જ ભાગ લઈ શકે છે. જલ્લીકટ્ટુ સ્પર્ધાને લઈને વિવાદ યથાવત રહ્યો છે. એક પક્ષ પ્રાણીઓના અધિકારોના ઉલ્લંઘનનો દાવો કરી રહ્યું છે. તો બીજી બાજુ લોકો “સંસ્કૃતિ અને પરંપરાઓ”ના રક્ષણની હિમાયત સાથે રમત ચાલુ રાખવાની વાત કરી રહ્યાં છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati