આખા વિશ્વમાં થઈ World Earth Dayની ઉજવણી, 2023માં નવી પેઢીને શીખવો આ 23 કામ, પૃથ્વી બનશે વધારે સુંદર
World Earth Day 2023 : પૃથ્વી અને તેના વાતાવરણની સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી લોકોને જાગરુત કરવા માટે દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત 195 દેશમાં પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 53મો પૃથ્વી દિવસ ઉજવાવમાં આવ્યો છે. આ વર્ષની થીમ હતી - ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ.
ભારત સહિત આખી દુનિયામાં આજે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૃથ્વી અને તેના વાતાવરણની સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી લોકોને જાગરુત કરવા માટે દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત 195 દેશમાં પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 53મો પૃથ્વી દિવસ ઉજવાવમાં આવ્યો છે. આ વર્ષની થીમ હતી – ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ.
પૃથ્વી દિવસની ઉજવણી વર્ષ 1970થી શરુ થઈ હતી. સૌથી પહેલા અમેરિકી સેનેટ ગેલોર્ડ નેલ્સને પર્યાવરણના શિક્ષણ માટે આ દિવસની શરુઆત કરી હતી. તેના એક વર્ષ પહેલા 1969માં કેલિફોર્નિયામાં સાંતા બારબરામાં તેલ લિકેજને કારણે મોટી દુર્ઘટના બની હતી. ઘણા લોકો આ ઘટનામાં ઘાયલ થવાથી પર્યાવરણના સંરક્ષણની દિશામાં કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સેનેટર નેલ્સનના કહેવા પર 1970માં 22 એપ્રિલના રોજ લગભગ 2 કરોડ અમેરિકનોએ પૃથ્વી દિવસની ઉજવણી કરી હતી.
22 એપ્રિલના દિવસે પૃથ્વી દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય, લોકોને આંતરાષ્ટ્રીય સ્તર પર એકઠા કરી પર્યાવરણનું સંરક્ષણ કરી સહયોગ કરવા પ્રેરિત કરવાનો છે. જેથી આપણી પૃથ્વીને નુકશાન પહોંચાડનારી માનવ પ્રક્રિયાઓ ઓછી થઈ શકે. આપણી આવનારી પેઢીને એક સુરક્ષિત, સુંદર અને સ્વચ્છ પૃથ્વી મળી શકે તે માટે આપણા બાળકોને હમણાથી જ કેટલીક વાતો શીખવવી જોઈએ.
2023માં બાળકોને શીખવો આ 23 કામ
- ઘરમાં કે ઘરની બહાર જમીન પર કચરો પડેલો દેખાય તો તરત તેને ઉઠાવીને કચરાપેટમાં નાંખો.
- ઘરની આસપાસ દેખાતા નબળી ફૂલ-છોડની કયારીઓમાં જરુરી ખાતર નાંખો.
- નહાતી વખતે વધારે પાણીનો વ્યય ન કરો.
- ઘરની આસપાસ શક્ય એટલા છોડ વાવો અને સમયસર પાણી પાઓ.
- જરુરિયાત ન હોય ત્યારે લાઈટ-પંખા અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્વીચ બંધ રાખવી.
- કપડાઓનો શક્ય એટલો વધારે ઉપયોગ કરો. જૂના કપડા ફેંકી ન દો, જરુરિયાતમંદ લોકોને જૂના કપડા આપો.
- કુદરતી પ્રકાશ જ્યાં સુધી હાજર હોઈ ત્યાં સુધી ઘરમાં લાઈટ ચાલુ ન કરો.
- કુદરતીની સુંદરતા માણવા માટે નેચર વોક પર જાઓ.
- પક્ષીઓ માટે સરસ મજાનું બર્ડ હાઉસ બનાવો અને તેના રોજ દાણા નાંખો.
- ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ શક્ય એટલો ટાળો.
- કચરો આમતેમ નાંખવાની જગ્યાએ ડસ્ટબીનમાં નાંખો.
- ઘરની અંદર રહેલા છોડોને ઓળખો, દરરોજ જુઓ અને તેમાં વૃદ્ધિ પ્રક્રિયા નિહાળો.
- શાળા કે ક્લાસીસમાં પગપાળા જવાનો પ્રયાસ કરો.
- પિકનિક પર જાઓ ત્યારે તે જગ્યાને કોઈ નુકશાન ન થાય તેનું ધ્યાન રાખો.
- સોલાર પાવર અને વિન્ડ પાવર વિશે અભ્યાસ કરો અને તેનો વધારેને વધારે ઉપયોગ કરો.
- જંક ફૂડ ટાળો અને તેની જગ્યાએ લીલા શાકભાજી તથા કુદરતી રીતે પ્રાપ્ત વસ્તુઓ દરરોજ ખાઓ.
- પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીઓનો ઉપયોગ કરો.
- રોજ મિત્રો સાથે પૃથ્વીને બચાવવાના ઉપાયોની ચર્ચા કરો.
- દૈનિક અવરજવર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ ઉપયોગ કરવો.
- વાહનોથી થતા પ્રદૂષણને અટકાવવા માટે શક્ય એટલા પ્રયાસો કરો.
- વડીલોનું સન્માન કરો અને તેમની સલાહને અનુસરો.
- રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડતા લોકોને રોકો.
- તમારા રોજના અનુભવો લખો અને દરરોજ પૃથ્વીને નુકશાન પહોંચડતા અટકાવો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…