AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદી યુક્રેન પ્લેનમાં ન જઇને ટ્રેનમાં કેમ કરશે પ્રવાસ ? યુક્રેનના 7 કલાકના પ્રવાસ માટે ટ્રેનમાં 10 કલાક કેમ વિતાવશે, જાણો કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે યુક્રેન જવા રવાના થવાના છે. પીએમ મોદી યુક્રેનનો પ્રવાસ પ્લેનમાં નહીં પરંતુ ટ્રેનમાં કરશે. આ ટ્રેન પોલેન્ડથી ઉપડશે અને 10 કલાકમાં કિવ પહોંચશે. મોટી વાત એ છે કે પીએમ મોદીએ કિવમાં માત્ર 7 કલાક રોકાવાનું છે, પરંતુ તેના માટે તેમની યાત્રા ઘણી લાંબી થવાની છે.

વડાપ્રધાન મોદી યુક્રેન પ્લેનમાં ન જઇને ટ્રેનમાં કેમ કરશે પ્રવાસ ? યુક્રેનના 7 કલાકના પ્રવાસ માટે ટ્રેનમાં 10 કલાક કેમ વિતાવશે, જાણો કારણ
| Updated on: Aug 22, 2024 | 1:44 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે યુક્રેન જવા રવાના થવાના છે. પીએમ મોદી યુક્રેનનો પ્રવાસ પ્લેનમાં નહીં પરંતુ ટ્રેનમાં કરશે. આ ટ્રેન પોલેન્ડથી ઉપડશે અને 10 કલાકમાં કિવ પહોંચશે. મોટી વાત એ છે કે પીએમ મોદીએ કિવમાં માત્ર 7 કલાક રોકાવાનું છે, પરંતુ તેના માટે તેમની યાત્રા ઘણી લાંબી થવાની છે.ત્યારે નવાઇની વાત એ છે કે પીએમ મોદી શા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે?

કારણની વાત કરીએ તો હાલમાં યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે,સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે, મિસાઈલ છોડવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં યુક્રેનનું એરસ્પેસ સુરક્ષિત નથી.જેથી સુરક્ષા કારણોસર, વિશ્વના કોઈપણ નેતાને વિમાનમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. હવે વાત કરીએ પીએમ મોદી જે ટ્રેન દ્વારા યુક્રેન જઈ રહ્યા છે. આ ટ્રેનનું નામ ‘રેલ ફોર્સ વન’ છે.

રેલ ફોર્સ વન ટ્રેન ક્યારે શરૂ થઈ?

વર્ષ 2014માં રેલ ફોર્સ વન ટ્રેન શરૂ કરવામાં આવી હતી. લોકો આ ટ્રેન દ્વારા ક્રિમિયા જતા હતા. આ એક લક્ઝરી પેસેન્જર ટ્રેન હતી જેમાં તમામ સુવિધાઓ હતી. પરંતુ ત્યારબાદ રશિયાએ મોટી કાર્યવાહી કરીને ક્રિમિયા પર કબજો કર્યો અને ત્યારથી આ ટ્રેનનો હેતુ સંપૂર્ણપણે બદલાઈ ગયો.

હવે આ ટ્રેનનો ઉપયોગ મોટાભાગે વિશ્વના નેતાઓને યુક્રેન લઈ જવા માટે થાય છે. અત્યાર સુધી ઘણા દેશોના વડા પ્રધાનો આ ટ્રેન દ્વારા મુસાફરી કરી ચૂક્યા છે, જેમાં સૌથી મોટું નામ રાષ્ટ્રપતિ જો બિડેનનું છે જેમણે આ ટ્રેન દ્વારા યુક્રેન જવા માટે ઘણા કલાકો સુધી મુસાફરી કરી હતી.

શું છે આ ટ્રેનની ખાસ વાત ?

VVIP ગેસ્ટને લાવવા લઇ જવા ટ્રેનનો ઉપયોગ થાય છે. 200 વિદેશી મહેમાન અત્યાર સુધી યાત્રા કરી ચુક્યા છે. રેલફોર્સ-1માં દરેક વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુંદર અને વૈભવી હોવા સાથે આ ટ્રેન સુરક્ષિત પણ છે. વિદેશી મહેમાનો માટે અલગ વૈભવશાળી રૂમ છે. ટ્રેનમાં ખાસ ઓફિસની સુવિધા છે. સમગ્ર ટ્રેનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે. વિદેશી મહેમાનોને રોકાવવા માટે અલગ વૈભવી રૂમ છે. મહેમાનો માટે અલગ ડાઇનિંગ રૂમ છે. ટ્રેનમાં ભવ્ય કોન્ફરન્સ રૂમ અને ડેલિગેશનને સંબોધનની વ્યવસ્થા છે.

મોદીની યુક્રેનની મુલાકાત શા માટે જરૂરી છે?

જો કે, પીએમ મોદીના યુક્રેન પ્રવાસને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિદેશી બાબતોના નિષ્ણાતો આને એક મોટા રાજદ્વારી પગલા તરીકે જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કર્યા પછી યુક્રેનની મુલાકાતે છે, જેથી ફરી સાબિત કરી શકાય કે ભારતે કોઈ એક પક્ષનો પક્ષ લીધો નથી પરંતુ તેનું ધ્યાન યુદ્ધ રોકવા પર છે, તે માત્ર શાંતિ સ્થાપિત કરવા માંગે છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">