“એક વ્યક્તિ, એક મત!” બોગસ વોટિંગ રોકવા માટે વોટર ID ને આધાર સાથે લિંક કરાશે ફરજિયાત, શું ગેમ ચેન્જર સાબિત થશે આ યોજના?
ચૂંટણી પંચે બોગસ મતદાન રોકવા માટે વૉટર આઈડી ને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ પગલુ વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા બોગસ મતદાનના આરોપો બાદ આવ્યુ છે. જો કે આ પ્રક્રિયામાં કાયદાકીય કે રાજકીય પડકારો અનેક છે. ચૂંટણી પંચે પણ તમામ રાજકીય દળો પાસે સૂચનો માગ્યા છે. અને તબક્કાવાર તેને લાગુ કરવાની યોજના બનાવી છે. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

બોગસ વોટીંગને રોકવા માટે ચૂંટણી પંચે આધાર કાર્ડ સાથે વોટર આઈડી કાર્ડને લિંક કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચ અને યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના અધિકારીઓ વચ્ચે મંગળવારે બેઠક થઈ. જેમા આધાર કાર્ડને લિંક કરવા માટે આમ સહમતી બની હતી. જેને બંધારણની કલમ 326 RP કાયદા મુજબ જોડવામાં આવશે. આધાર સાથે વોટર આઈડીને જોડવાની પહેલ ચૂંટણી પંચે આજથી 10 વર્ષ પહેલા કરી હતી. પરંતુ આ સમગ્ર મુદ્દો કોર્ટમાં ગયા બાદ અભિયાનને રોકવુ પડ્યુ હતુ. ચૂંટણી પંચે વિપક્ષી દળો દ્વારા લગાવવામાં આવી રહેલા બોગસ વોટીંગના આરોપો વચ્ચે ફરી આધારને વોટર- આઈડી સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે. તેનુ કારણ એ છે કે રાહુલ ગાંધી થી લઈને મમતા બેનરજી અને અખીલેશ યાદવ સહિતનાએ બોગસ વોટીંગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે ત્યાં સુધી કહ્યુ કે એક EPIC નંબર...