વિરાટ-અનુષ્કાને રેસ્ટોરન્ટની બહાર જવા કહેવાયુ… ક્યાંક તમારી સાથે પણ આવુ ન થાય.. જાણી લો નિયમ
રેસ્ટોરન્ટ્સને લઈને અનેક લોકોનો સવાલ રહે છે આપણે કંઈ લીધા વિના રેસ્ટરામાં રોકાઈ શકીએ કે નહીં. તેનો જવાબ અમે આપને આ વાક્ય સાથે આપ્યો કે, જ્યાં એકવાર વિરાટ અનુષ્કાને પણ રેસ્ટોરાની બહાર જવા માટે કહી દેવાયુ હતુ.

દેશ અને દુનિયામાં અનેક એવા રેસ્ટોરા છે, જે તેની પોતાની ચમક-દમક માટે જાણીતા છે. અહીં રોકાવા માટે તેના અલગ નિયમ હોય છે. ભલે કોઈ સરકારી નિયમ ન હોય પરંતુ પ્રાઈવેટ પોલિસી તેના પર જરૂર લગાવવામાં આવે છે. એવો જ એક નિયમ છે કે તમે રેસ્ટોરામાં કોઈ ઓર્ડર લીધા વિના મોડે સુધી રોકાઈ ન શકો. તેના માટે ત્યાંનો સ્ટાફ તમને બહાર જવા માટેનું કહી શકે છે. પછી ભલે તમે ગમે તેટલી મોટી હસ્તી કેમ ન હોય.
કંઈક આવુ જ વિરાટ અનુષ્કાની સાથે થયુ, જ્યા તેમને થોડી પરેશાનીનો સામનો કરવો પડ્યો. હવે સવાલ એ છે કે હોટેલ કે રેસ્ટોરામાં રોકાવા માટેના પણ નિયમ હોય છે? શું કેફેમાં કોઈ ઓર્ડર વિના ન રોકાઈ શકો? ચાલો આ તમામ સવાલોનો જવાબ જાણીએ.
શું રેસ્ટોરન્ટ્સમાં રોકાવાનો પણ કોઈ નિયમ હોય છે ?
ભારતમાં કોઈ પણ કાયદાકીય કે સરકારી નિયમ અનુસાર એ નક્કી નથી હોતુ કે રેસ્ટોરન્ટમાં કોઈ ઓર્ડર વિના રોકાવુ પ્રતિબંધિત છે કે નથી. મોટાભાગના પ્રાઈવેટ બિઝનેસ પોલિસી અંતર્ગત આવે છે. જો કે રેસ્ટોરાનો સ્ટાફ કે માલિક એ નક્કી કરી શકે છે તેઓ તેની જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરવા માગે છે. તો ઈચ્છે તો વિના કોઈ ઓર્ડર બેસવાની મનાઈ કરી શકે છે.

Photo Credit: unsplash.com
રેસ્ટોરામાં કોઈ ઓર્ડર વિના ક્યા સુધી રોકાઈ શકો છો?
ખાસ કરીને કોઈ ઓર્ડર વિના રોસ્ટોરામાં રોકાવુ બરાબર નથી ગણાતુ. કારણ કે રેસ્ટોરાનો આશય ખાવા-પીવાની સર્વિસ આપવાનો હોય છે. પરંતુ કેટલાક કેસમાં આપ વિના કોઈ ઓર્ડર થોડીવાર માટે રોકાઈ શકો છે. જેમકે મિત્ર કે પરિવારને મળવા માટે. તેના માટે પણ સમય અને પરવાનગી લેવી પડે છે.
આ છે બેસ્ટ પ્રેકટિસ
કંઈક ખરીદો: જો તમે ક્યાંક બેસીને કામ કરી રહ્યા છો, તો સારુ રહેશે કે તમે ત્યાંથી કંઈક ખરીદી લો. ભલે નાનામાં નાની વસ્તુ કેમ ન હોય, જેમ કે બિસ્કિટ કે ચા.
સારા ગ્રાહક બનો: જો વધુ સમય રોકાઈને કામ કરવાનું છે, તો વચ્ચે-વચ્ચે કંઈકને કંઈક ચીજો, ખાવાનું કે ડ્રિંક્સ લેતા રહો. તેનાથી ત્યાંના સ્ટાફને પણ સારુ લાગશે અને તમારુ સ્વમાન પણ જળવાઈ રહેશે.

વિરાટ અનુષ્કાને બહાર જવા માટે કેમ કહેવાયુ?
વિરાટ-અનુષ્કા હાલમાં લાઈમલાઈટથી દૂર લંડનમાં સ્થાયી થયા છે. હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર જેમિમા રોડ્રિગ્જે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે કેવી રીતે તેમણે આ કપલ સાથે લગભગ 4 કલાક સુધી વાતો કરી હતી, જે બાદ ન્યૂઝીલેન્ડના એક કેફેમાંથી તેને બહાર જવા માટે કહેવામાં આવ્યુ.
View this post on Instagram
રેસ્ટરામાંથી બહાર જવા કહેવાયુ
મેશેબલ ઈન્ડિયા સાથેની વાત કરતા જેમિમાએ કહ્યુ કે તે અને તેની ટીમની સાથી સ્મૃતિ મંધાના વિરાટ સાથે મળીને તેની બેટીંગ અંગે સલાહ લેવા માગતા હતા. પહેલા તેમણે ક્રિકેટ વિશે વાત કરી અને પછી તેમણે એ હોટેલના એક કેફેમાં તેને બોલાવ્યા જ્યાં પુરુષો અને મહિલા બંને ટીમો રોકાઈ હતી. તેમની વાતચીત ઘણી લાંબી ચાલી કે કેફેવાળાઓ સીટ ખાલી કરી બહાર જવાનું કહી દીધુ હતુ.

