AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Mudra Yojana : નાના વેપારીઓ માટે વરદાન, ₹ 10 લાખ સુધીની લોન મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ અને ફાયદા જાણો

બેંકના ચક્કર કાપવાનું બંધ કરો! PM મુદ્રા યોજના હેઠળ કોઈપણ ગેરંટી વગર ₹10 લાખ સુધીની લોન મેળવો. મહિલાઓ અને નાના વેપારીઓ માટે ખાસ તક.

PM Mudra Yojana : નાના વેપારીઓ માટે વરદાન, ₹ 10 લાખ સુધીની લોન મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ અને ફાયદા જાણો
Image Credit source: AI
| Updated on: Feb 17, 2026 | 7:32 PM
Share

ભારતમાં નાના અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015 માં એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી હતી, જેનું નામ છે ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ (PMMY). આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા નાના ઉદ્યોગસાહસિકોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેમને બેંકિંગ સિસ્ટમમાંથી સરળતાથી લોન નથી મળતી. ‘ફંડિંગ ધ અનફંડેડ’ ના સૂત્ર સાથે શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કરોડો લોકોએ પોતાના સપના સાકાર કર્યા છે.

લોનની ત્રણ મુખ્ય શ્રેણીઓ

મુદ્રા યોજના હેઠળ લોનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, જેથી વેપારના કદ મુજબ સહાય મળી શકે:

  1. શિશુ : નવા વ્યવસાય શરૂ કરવા માટે ₹50,000 સુધીની સહાય.

  2. કિશોર: સ્થાપિત વ્યવસાયના વિસ્તરણ માટે ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન.

  3. તરુણ: મોટા પાયે વિકાસ માટે ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન.

કોણ અરજી કરી શકે

કોઈપણ ભારતીય નાગરિક જે બિન-ખેતી ક્ષેત્રમાં આવક પેદા કરતી પ્રવૃત્તિ જેવી કે મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, ટ્રેડિંગ અથવા સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લોન જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને NBFCs દ્વારા મેળવી શકાય છે.

મુદ્રા યોજનાની વિશેષતા અને અસર

તાજેતરના આંકડા મુજબ, આ યોજના હેઠળ 47 કરોડથી વધુ લાભાર્થીઓને ₹27.75 લાખ કરોડથી વધુની લોન આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ યોજનામાં 69% લાભાર્થીઓ મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત, SC/ST અને OBC વર્ગના 51% ઉદ્યોગસાહસિકોને પણ આ યોજનાનો મોટો લાભ મળ્યો છે.

મુદ્રા 2.0 નો વિઝન

હવે સરકાર આ યોજનાને વધુ વ્યાપક અને પ્રભાવશાળી બનાવવા માટે MUDRA 2.0 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

  1. વ્યાપક સેવાઓ અને આઉટરીચ: માત્ર લોન આપવાને બદલે હવે ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સાક્ષરતા, મેન્ટરશિપ અને બિઝનેસ સપોર્ટ જેવી સર્વગ્રાહી સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવશે.
  2. નાણાકીય સાક્ષરતા અભિયાન: લોન લેનારા વેપારીઓ માટે બજેટિંગ, સેવિંગ્સ અને ડિજિટલ પેમેન્ટ જેવી બાબતો શીખવવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આનાથી લોન ડિફોલ્ટ થવાનું જોખમ ઘટશે અને વેપારની કાર્યક્ષમતા વધશે.
  3. એન્હાન્સ્ડ ક્રેડિટ ગેરંટી સ્કીમ (ECGS): બેંકો અને નાણાકીય સંસ્થાઓ વધુમાં વધુ નાના વેપારીઓને લોન આપે તે માટે ક્રેડિટ ગેરંટી યોજનાને મજબૂત કરવામાં આવશે, જેથી બેંકો માટે જોખમ ઓછું રહે.
  4. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ: ‘રીઅલ-ટાઇમ ટ્રેકિંગ’ માટે એક મજબૂત માળખું (RMEF) તૈયાર કરવામાં આવશે. જેમાં લોન ક્યાં વપરાય છે અને તેની પરત ચુકવણી કેવી છે તેનું ડિજિટલ મોનિટરિંગ થશે, જેનાથી ભ્રષ્ટાચાર અને દુરુપયોગ અટકશે.

2 થી 7 રૂપિયાનો વધારો: સિગારેટના શોખીનોના ખિસ્સા ખાલી થશે, જાણો નવી કિંમતો, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">