AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 થી 7 રૂપિયાનો વધારો: સિગારેટના શોખીનોના ખિસ્સા ખાલી થશે, જાણો નવી કિંમતો

એક્સાઈઝ ડ્યુટી વધતા હવે સિગારેટ પીવી મોંઘી પડશે. ITC અને ગોડફ્રે ફિલિપ્સે કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. માર્લબોરો કોમ્પેક્ટ હવે 11.5 રૂપિયામાં મળશે. શેરબજારમાં પણ તેની મોટી અસર જોવા મળી રહી છે.

2 થી 7 રૂપિયાનો વધારો: સિગારેટના શોખીનોના ખિસ્સા ખાલી થશે, જાણો નવી કિંમતો
Image Credit source: AI
| Updated on: Feb 17, 2026 | 3:58 PM
Share

દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની ITC લિમિટેડ અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા એ સિગારેટની વિવિધ કેટેગરીમાં ભાવ વધારાની જાહેરાત કરીને ધૂમ્રપાન કરનારાઓને મોટો ઝટકો આપ્યો છે. સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં કરવામાં આવેલા વધારાની અસરને સરભર કરવા માટે કંપનીઓએ આ આકરો નિર્ણય લીધો છે. આ ભાવ વધારાનો મુખ્ય હેતુ કંપનીના પ્રતિ સ્ટિક દીઠ EBIT (વ્યાજ અને ટેક્સ પહેલાની કમાણી) માં સુધારો કરવાનો છે.

કઈ બ્રાન્ડ કેટલી મોંઘી થઈ

બજારના અહેવાલો મુજબ, ગોડફ્રે ફિલિપ્સે તેની લોકપ્રિય બ્રાન્ડ માર્લબોરો કોમ્પેક્ટ (Marlboro Compact) ની કિંમત 9.5 રૂપિયા પ્રતિ સ્ટિકથી વધારીને 11.5 રૂપિયા કરી દીધી છે. એટલે કે એક સ્ટિક પર સીધો 2 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ITC પણ તેના પોર્ટફોલિયોના લગભગ 50 ટકા હિસ્સામાં અપેક્ષા કરતા વધુ ભાવ વધારો કરી શકે છે. કંપની આગામી સમયમાં 74mm કેટેગરીમાં ઊંચી કિંમતે નવા ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

કેટેગરી મુજબ ભાવનો તફાવત

  1. 64mm થી ઓછી (DSFT): આ કેટેગરીમાં કિંમતોમાં 1.1 થી 2 રૂપિયાનો વધારો થયો છે, જે 1.35 રૂપિયાના એક્સાઈઝ વધારા સામે રક્ષણ આપશે.

  2. 74mm થી વધુ (King Size): કિંગ સાઈઝ ફિલ્ટર ટિપ કેટેગરીમાં કિંમતોમાં 7 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે એક્સાઈઝમાં 6.21 રૂપિયાનો વધારો થયો હતો.

  3. 97mm (Slims): સ્લિમ્સ કેટેગરીમાં કિંમત 5 રૂપિયા વધીને હવે 10 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

શેરબજાર પર અસર

ભાવ વધારાના સમાચાર આવતા જ શેરબજારમાં ITCના શેરમાં 2.09 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર 324.60 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, લાંબા ગાળે આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. ગોડફ્રે ફિલિપ્સનો શેર પણ 2.94 ટકા વધીને 2,073.80 રૂપિયા પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ભાવ વધવાને કારણે વેચાણના વોલ્યુમમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ કંપનીના ગ્રોસ પ્રોફિટમાં સુધારો થશે. B&K ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2027 સુધીમાં કંપનીના નફામાં અગાઉ ધારવામાં આવેલ 8 ટકાના ઘટાડાને બદલે માત્ર 2 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

Disclaimer: સિગારેટ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Viral Video: ભિખારીસ્તાનના લાહોરમાં ભિખારીઓએ જ પોતાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ રિપેર કરાવ્યું “કહ્યું રોજી રોટી કા સવાલ હે ભઈયા”, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">