AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 કરોડમાં વેચાઈ શેક્સપિયરની ઓરિજનલ બુક, 90 વર્ષ પહેલા પ્રકાશિત થઈ હતી બુક

હાલમાં અંગ્રેજી સાહિત્યના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પ્રકાશનોમાંથી એક ધ ફસ્ટ ફોલિયો (The First Folio)ની ઓરિજનલ બુકની કોપીની હરાજી થઈ. તેને ન્યૂયોર્કના એક બુક કલેક્ટરે 2.5 મિલિયન ડોલર એટલે કે 20 કરોડમાં ખરીદી છે.

20 કરોડમાં વેચાઈ શેક્સપિયરની ઓરિજનલ બુક, 90 વર્ષ પહેલા પ્રકાશિત થઈ હતી બુક
Shakespeare book sold for 20 crores Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 11:44 PM
Share

Shakespeare First Folio Auction: દુનિયાના ઈતિહાસમાં અમર થયેલા લોકો જીવતે જીવ પોતાની આગવી ઓળખ ધરાવતા હતા. તેમના કામને લીધે તેમનો લોકો આદર્શ માનતા. તેમના ગુણોની ચર્ચા થતી. તેમની નાની બાબતો લોકો નોંધતા. તેમના ગયા પછી પણ તેમના પાઠો ઈતિહાસમાં ભણાવવામાં આવે છે, જેથી આવનારી પેઢી તેમની પાસેથી કંઈક શીખતી રહે. તેમની નાની નાની વસ્તુઓ આજના જમાનામાં અમૂલ્ય છે. તેમની જો હરાજી કરવામાં આવે તો લોકોની પડાપડી થાય અને વિચારી ના હોય તેવી કિંમતમાં વેચાય છે. હાલમાં અંગ્રેજી સાહિત્યના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ પ્રકાશનોમાંથી એક ધ ફસ્ટ ફોલિયો (The First Folio)ની ઓરિજનલ બુકની કોપીની હરાજી થઈ. તેને ન્યૂયોર્કના એક બુક કલેક્ટરે 2.5 મિલિયન ડોલર એટલે કે 20 કરોડમાં ખરીદી છે. આ ધ ફસ્ટ ફોલિયો બુક અંગ્રેજી નાટ્યકાર વિલિયન શેક્સપિયરના નાટકોનું સંગ્રહ છે. જે 1623માં શેક્સપિયરના મૃત્યુના 7 વર્ષ બાદ પ્રકાશિત થયુ હતુ.

750 નકલો બનાવવામાં આવી હતી

શેક્સપિયરના ફર્સ્ટ ફોલિયોની માત્ર 750 નકલો જ બની છે. જો કે, હાલમાં આ વિશ્વમાં માત્ર 220 નકલો જ છે. કેટલાક નિષ્ણાતો માને છે કે , ફર્સ્ટ ફોલિયોમાં ‘ધ ટેમ્પેસ્ટ’, ‘ટ્વેલ્થ નાઈટ’ અને ‘મેજર ફોર મેજર’ સહિતના અઢાર નાટકો અગાઉ પ્રકાશિત થયા ન હતા. આ બુક તેમના પાર્ટનર દ્વારા સાચવવામાં આવી હતી.

એક નકલ $9.97 મિલિયનમાં વેચાઈ

આ પહેલીવાર નથી કે જ્યારે ફર્સ્ટ ફોલિયોની અસલ નકલોમાંથી એકનું વેચાણ થયું હોય. 2020માં બીજી નકલ $9.97 મિલિયનમાં વેચાઈ. તે જ સમયે, તે પહેલાં 2001માં શેક્સપિયરની મૂળ નકલ $ 6.16 મિલિયનમાં વેચાઈ હતી. ધ ફર્સ્ટ ફોલિયો દ્વારા શેક્સપિયરના કામનો આનંદ માણી શકાય છે, કારણ કે તેમના નાટકોની મૂળ હસ્તપ્રતોમાંથી એક પણ બાકી નથી. એક્ટિંગ કંપનીમાં શેક્સપિયરના ભાગીદારો જોન હેમિંગ અને હેનરી કોન્ડેલ દ્વારા આ બુકનું સંકલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

ઈતિહાસમાં મહાન થયેલા લોકોની આ વસ્તુઓની હરાજી દુનિયામાં સમયે સમયે થતી રહે છે અને લોકો તેના ખરીદવા લાઈનો પણ લગાવતા હોય છે અને મોટી મોટી રકમ આપવા પણ તૈયાર થઈ જાય છે. ભૂતકાળમાં ભારતના પણ અનેક મહાપુરુષોની વસ્તુઓની હરાજી થઈ હતી. જે કરોડોની કિંમતમાં વેચાઈ હતી. આ તમામ વસ્તુઓ તેની મૂળ સ્થિતી જાળવી રાખે અને તેને કોઈ નુકશાન ના થાય તેનું ખાસ ધ્યાન તે ખરીદનારે રાખવુ જોઈએ. જેથી આવનારી પેઢી પણ મહાપુરુષોની આ અમૂલ્ય વસ્તુઓ જોઈ શકે.

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">