Knowledge : જ્યારે તળાવ સુકાયું અને જોવા મળ્યું ગામડું, ઝલક જોવા માટે ઉમટ્યા લોકો

મોટા શહેરોને પાણી પહોંચાડવા માટે એક ગામનો નાશ કરીને ત્યાં એક તળાવ (Ladybower Lake) બનાવવામાં આવ્યું. પરંતુ તે ગામનું તૂટેલું બાંધકામ હજુ પણ તળાવની નીચે છે.

Knowledge : જ્યારે તળાવ સુકાયું અને જોવા મળ્યું ગામડું, ઝલક જોવા માટે ઉમટ્યા લોકો
Ladybower Lake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:04 PM

એક વિકસતું ગામ નાશ પામ્યું અને ત્યાં એક તળાવ (Ladybower Lake) બાંધવામાં આવ્યું છે. જેના કારણે મોટા શહેરોમાં પાણી પુરવઠો શરૂ થયો છે. પરંતુ ફરી એકવાર ગરમી વધતાં જળાશય સુકાઈ જતાં ગામ પાણીમાંથી બહાર આવ્યું હતું. ત્યારબાદ લોકો તેને જોવા માટે આવવા લાગ્યા. આ ઘટના બ્રિટનની છે અને આ તળાવ ડર્બીશાયરમાં (Derbyshire) છે.

આ વાત 1940ના દાયકાની છે. ડર્બીશાયરના ડેર્વેન્ટ ગામને તોડીને તળાવ બનાવવામાં આવ્યું હતું. આ જળાશય ડર્બી, શેફિલ્ડ, નોટિંગહામ અને લિસેસ્ટર જેવા વિકસતા બ્રિટિશ શહેરોને પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2018માં કાળઝાળ ગરમીના કારણે તળાવનું પાણીનું સ્તર ઘણું નીચે ગયું હતું. જેના કારણે ગામનો કેટલોક ભાગ જોવા મળ્યો છે. અદ્ભુત નજારો જોવા માટે લોકો દૂર-દૂરથી ત્યાં પહોંચ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હવે આ સમયે બ્રિટનમાં ભયંકર ગરમી પડી રહી છે. હીટવેવ તમામ રેકોર્ડ તોડી રહી છે. આવી સ્થિતિમાં લેડીબોવર જળાશયનું પાણી સુકાઈ જશે અને ગામ ફરી પાણીમાંથી બહાર આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

કેવું લાગતું હતું ડેર્વેન્ટ ગામ?

Lets Go Peak Districtની વેબસાઈટ અનુસાર, ગામમાં સુંદર કોટેજની વિન્ડિંગ વસાહતનો સમાવેશ થતો હતો, જ્યાં ડેર્વેન્ટ નદી પથ્થરના પુલમાંથી વહેતી હતી. અહીં એક નાનો પણ સંગઠિત સમુદાય રહેતો હતો, જેમાં થોડા ઘરો અને એક શાળા હતી. ગામમાં સેન્ટ જોન અને સેન્ટ જેમ્સનું એક ચર્ચ પણ હતું, જેનું નિર્માણ વર્ષ 1757માં થયું હતું.

શરૂઆતમાં ચર્ચને તોડવામાં આવ્યું ન હતું. તળાવમાં પાણી ભરાયા હોવા છતાં મકાનની ટોચ પાણીની બહાર દેખાતી હતી. જો કે, બાદમાં સલામતીને ટાંકીને ચર્ચને તોડી પાડવામાં આવ્યું હતું. કારણ કે પછી એવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા કે લોકો તરીને ચર્ચના શિખર સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હતા.

લગભગ પાંચ વર્ષ પહેલા આ ગામની ઘણી તસવીરો સામે આવી હતી. જે ગામડાંની જીવનશૈલી બતાવતી હતી. ફોટાઓ દર્શાવે છે કે લોકો ડર્વેન્ટના ડૂબી ગયેલા એશોપ્ટન ગામમાં જીવનનો આનંદ માણતા, નદીમાં ઘેટાં ને નવડાવતા હતા અને પરંપરાગત પોશાકમાં ઉજવણી કરતા જોવા મળતા હતા.

પાણી ભરાય તે પહેલાં ગામની ઇમારતોનો કર્યો નાશ

એક રેકોર્ડ મુજબ 1829માં આ ગામમાં લગભગ 100 લોકો રહેતા હતા. દર વર્ષે જુલાઈ મહિનામાં અહીં ઊની મેળો પણ ભરાતો હતો. લેડીબોવર જળાશય બનાવવા માટે સમગ્ર ડેર્વેન્ટ ગામ ખાલી કરવામાં આવ્યું હતું અને પાણી ભરાય તે પહેલાં ગામની ઇમારતોને તોડી પાડવામાં આવી હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">