માત્ર 27 લોકો રહે છે આ દેશમાં, જાણો 2 ફલેટ જેટલી જગ્યાવાળા આ અનોખા દેશ વિશે

Smallest Country Sealand: દુનિયામાં બ્રિટિશ ક્ષેત્રના મહાસાગર વિસ્તારમાં એક એવો દેશ છે જેને દુનિયાનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. જ્યા માત્ર 27 લોકો રહે છે.

માત્ર 27 લોકો રહે છે આ દેશમાં, જાણો 2 ફલેટ જેટલી જગ્યાવાળા આ અનોખા દેશ વિશે
Only 27 people live in this country Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 5:28 PM

આપણે હમણા સુધી સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં અને કિવઝમાં જ્યારે પણ દુનિયાના સૌથી નાના દેશ વિશે પૂછવામાં આવે છે, ત્યારે એક જ જવાબ મળે છે, વેટિકન સિટી. પણ તમને જાણીને નવાઈ લાગશે, ઉત્તરના મહાસાગરમાં એક નાના અતટીય પ્લેટફોર્મ પર સીલેન્ડ (Sealand) નામનો દેશ વસે છે. જેને દુનિયાનો સૌથી નાનો દેશ (Smallest country of the World) માનવામાં આવે છે. વેટિકન સિટીને સૌથી નાના દેશ તરીકેની આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. જ્યારે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા નાના દેશ સીલેન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી નથી. ચાલો જાણીએ નાનકડા દેશની અજાણી વાતો.

આ દેશ સીલેન્ડના પ્રિન્સ માઈકલ બેટ્સ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં કોરોના મહામારી દરમિયાન એક પણ કેસ નોંધાયા નથી. 2 સિતંબર, 1967ના દિવસે આ દેશને માઈક્રોનેશન જાહેર કરવામાં આવ્યો હતો. આ દેશ કુલ 0.004 KM માં જ વિસ્તાર પામેલુ છે. એટલે કે લગભગ 2 ફ્લેટ જેટલી જ જગ્યા. સીલેન્ડ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો દ્ધારા બનાવવામાં આવ્યુ હતુ. અહિયા સીલેન્ડ ડોલરના સિક્કા અને ટિકટ દેશની મુદ્રા રુપે વપરાય છે. આ અતટીય પ્લેટફોર્મનો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેના અને નૌસેનાના ફોર્ટ તરીકે થતો હતો. બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ તેને નષ્ટ કરવાનું હતુ, પણ તેવુ થયુ નહીં.

1967માં સીલેન્ડ પર પેડી રોય બેટ્સનો કબજો હતો. તેણે પાઇરેટ રેડિયો બ્રોડકાસ્ટર્સ પર આ સીલેન્ડ પર તેનો દાવો કર્યો અને તેને સાર્વભૌમ દેશ જાહેર કર્યો. જો કે, છેલ્લા 54 વર્ષથી તે યુનાઇટેડ કિંગડમ સરકારના વિરોધમાં કામ કરી રહ્યું છે. સીલેન્ડ વિવાદિત માઇક્રોનેશન છે. તે સફોકના કિનારેથી 12 કિલોમીટર દૂર આવેલું છે. આ દેશમાં હાલમાં લગભગ 27 લોકો રહે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1968માં બ્રિટિશ કામદારોએ તેમના શીપ બોયાની સેવા માટે સીલેન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. બેટ્સે કેટલાક વોર્નિંગ શોટ્સ ફાયરિંગ કરીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો. આ દેશની સીમામાં ગેરકાનૂની રીતે ઘુસવા મામલે તેમના પર કેસ ચાલ્યો. તે સમયે તે બ્રિટિશ દેશનો કેસ હોવાથી, તેને યુકે કોર્ટ દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેને સજા કરવામાં આવી ન હતી કારણ કે, ગુનો 3 નોટિકલ માઈલની રેન્જની બહાર હતો અને તેથી કેસ આગળ વધી શક્યો ન હતો. બેટ્સે કરન્સી અને પાસપોર્ટ સાથે સીલેન્ડમાં બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત રજૂ કર્યું. કહેવાય છે કે, સીલેન્ડની જગ્યા લગભગ 2 ટેનિસ કોર્ટ જેટલી છે, એટલે કે બે કે ત્રણ ફોર બીએચકે ફ્લેટ જેટલી છે.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">