AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rent Agreement Rules 2025: ભાડામાં વધારા થી લઈને દંડ સુધી, ભાડૂતો માટે મોટા બદલાવ, જાણો ભાડા કરાર નિયમો

કેન્દ્ર સરકારે 2025ના નવા ભાડા કરાર નિયમો અમલમાં મૂક્યા છે, જે ભાડૂતો અને મકાનમાલિકો બંને માટે પારદર્શિતા લાવશે. આ નિયમો મનસ્વી ભાડા વધારા, વધુ પડતી ડિપોઝિટ અને વિવાદો ઘટાડશે.

Rent Agreement Rules 2025: ભાડામાં વધારા થી લઈને દંડ સુધી, ભાડૂતો માટે મોટા બદલાવ, જાણો ભાડા કરાર નિયમો
| Updated on: Dec 01, 2025 | 10:25 PM
Share

કેન્દ્ર સરકારે ભાડા કરાર નિયમો 2025 અમલમાં લાવી દીધા છે, જેનો હેતુ ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદોને ઘટાડવો અને ભાડાની પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે. આ નવા નિયમોથી ભાડૂતોને મોટી રાહત મળશે અને મકાનમાલિકોને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા મળશે.

શું બદલાયું છે?

નવો ભાડા કરાર કાયદો મનસ્વી ભાડા વધારા, વધુ પડતી સુરક્ષા ડિપોઝિટ અને નબળા ભાડા દસ્તાવેજોને અટકાવવા રચાયો છે. આ નિયમો ખાસ કરીને બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, પુણે અને અન્ય મેટ્રો શહેરોમાં રહેતા ભાડૂતો માટે ગેમ-ચેન્જર બની શકે છે.

હવે ભાડાના કરારમાં સંપૂર્ણ કાયદેસર, ડિજિટલ અને વિશ્વસનીય માળખું ઉપલબ્ધ થશે, જે મકાનમાલિક અને ભાડૂત બંનેના અધિકારોની સુરક્ષા કરશે.

મુખ્ય નિયમો, ભાડા કરાર 2025

  • ભાડા કરાર સહી કર્યા પછી 60 દિવસની અંદર ડિજિટલી સ્ટેમ્પ્ડ અને ઑનલાઇન રજિસ્ટર્ડ કરવો આવશ્યક.
  • રહેણાંક માટે સુરક્ષા ડિપોઝિટ 2 મહિના થી વધુ નહીં, જ્યારે વાણિજ્યિક માટે 6 મહિના થી વધુ નહીં. નોંધણી ન કરવાથી રાજ્ય મુજબ ₹5,000 થી શરૂઆતનો દંડ ફટકારાશે.
  • ભાડામાં વધારો માત્ર 12 મહિના પછી અને મકાનમાલિક તરફથી 90 દિવસની લેખિત નોટિસ પછી જ થઈ શકશે.
  • જરૂરી સમારકામની જાણ કર્યા પછી મકાનમાલિકે 30 દિવસની અંદર રિપેર કરવું ફરજિયાત, નહિંતર ભાડૂત રકમ ભાડામાંથી એડજસ્ટ કરી શકે છે.
  • મકાનમાલિક મિલકતનું નિરીક્ષણ કરવા આવે ત્યારે કમ્પલ્સરી 24 કલાકની લેખિત નોટિસ આપવી પડશે.
  • ખાલી કરાવવાની કાર્યવાહી માત્ર ભાડા ટ્રિબ્યુનલના આદેશથી જ, મકાનમાલિક પોતે અનધિકૃત રીતે કાર્યવાહી કરી શકશે નહીં.
  • ભાડા ટ્રિબ્યુનલ 60 દિવસની અંદર વિવાદ ઉકેલશે, જેમાં ખાલી કરાવવાના વિવાદોનો સમાવેશ થાય છે.
  • ભાડૂત રહે તે પહેલાં પોલીસ ચકાસણી ફરજિયાત.
  • ભાડૂતને ધમકી આપવી, બળજબરીથી બહાર કાઢવું, પાણી અથવા વીજળીનો પુરવઠો બંધ કરવો, હવે કાયદેસર ગુનો ગણાશે.

TDS અને ડિજિટલ ચુકવણી

₹5,000 થી વધુ માસિક ભાડા માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત — જેથી પારદર્શિતા વધે અને રોકડ વિવાદ ઘટે. પ્રતિ મહિનો ₹50,000 થી વધુ ભાડા સુધી 194-IB હેઠળ TDS લાગુ થશે — જેથી હાઈ-વેલ્યુ લીઝ સંપૂર્ણ રીતે ટેક્સ કાયદા સાથે સુસંગત બને.

ભાડૂતો માટે લાભ

  • એડવાન્સ ડિપોઝિટ પર મોટી રાહત — હવે ઓછું ચૂકવવું પડશે
  • અનિયમિત ભાડા વધારાના જોખમથી મુક્તિ
  • ડિજિટલ કરારથી એક જ દસ્તાવેજ – સ્પષ્ટ અને કાયદેસર પુરાવો
  • વિવાદોની ઝડપી ઉકેલ માટે ટ્રિબ્યુનલની ગેરંટી

મકાનમાલિકો માટે લાભ

  • સ્પષ્ટ કાયદાકીય માળખું — કોર્ટ કેસની શક્યતા ઓછી
  • ભાડા ચુકવણીમાં પારદર્શિતા અને સુરક્ષા
  • નિયમિત પ્રક્રિયા — ભાડૂત પાસેથી જવાબદારી નિશ્ચિત

સરકારનું નિવેદન

સરકાર મુજબ ભાડા કરાર નિયમો 2025 ના અમલથી ભારતમાં ભાડા બજાર વધુ પારદર્શક, વિશ્વાસસભર અને સુરક્ષિત બનશે. ખાલી પડેલી રહેવાની મિલકતો ભાડે આપવાની પ્રવૃત્તિ વધશે અને મોટા શહેરોમાં ભાડૂત અને મકાનમાલિક વચ્ચેનું સંબંધ વધુ સહકારપૂર્ણ બનશે.

Australia Work Visa : ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવી છે ? પહેલાં Visa માટે ‘Skill Migration System’ સમજવી ખૂબ જરૂરી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">