AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અચાનક વિદેશ જવું છે અને ‘પાસપોર્ટ’ નથી? ચિંતા છોડો, સરકારની આ યોજનાથી માત્ર 1 થી 3 દિવસમાં મળી જશે ‘પાસપોર્ટ’

જો તમારે અચાનક કોઈ કામથી વિદેશ જવાનું થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ભારત સરકારની એક ખાસ યોજના હેઠળ તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ મેળવી શકો છો.

અચાનક વિદેશ જવું છે અને 'પાસપોર્ટ' નથી? ચિંતા છોડો, સરકારની આ યોજનાથી માત્ર 1 થી 3 દિવસમાં મળી જશે 'પાસપોર્ટ'
| Updated on: Jun 27, 2026 | 7:21 PM
Share

જો તમને અચાનક વિદેશ યાત્રા કરવાની થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારની તત્કાલ પાસપોર્ટ યોજના (Tatkal Passport Scheme) હેઠળ તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ કઢાવી શકો છો.

મોટાભાગના કિસ્સાઓમાં જો અરજી અને દસ્તાવેજો યોગ્ય હોય, તો પાસપોર્ટ 1 થી 3 કામકાજના દિવસોમાં જ ઈશ્યૂ કરી દેવામાં આવે છે. જો કે, અંતિમ સમય તમારા દસ્તાવેજો અને પ્રક્રિયા પર નિર્ભર કરે છે.

તત્કાલ પાસપોર્ટ શું છે?

તત્કાલ પાસપોર્ટ હેઠળ પાસપોર્ટ અરજીને પ્રાથમિકતાના આધારે પ્રોસેસ કરવામાં આવે છે. આ સુવિધા એવા લોકો માટે છે કે, જેમને નોકરી, અભ્યાસ, મેડિકલ ઈમરજન્સી અથવા વિદેશ યાત્રા માટે ઝડપથી પાસપોર્ટની જરૂર હોય છે.

તત્કાલ પાસપોર્ટ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ
  • વીજળી બિલ
  • બેંક પાસબુક
  • જન્મ તારીખનો પુરાવો
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો

તત્કાલ પાસપોર્ટની ફી કેટલી હોય છે?

  1. 36 પેજનો નવો પાસપોર્ટ – ₹5,000
  2. 60 પેજનો નવો પાસપોર્ટ – ₹6,000

તત્કાલ પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી?

  1. પાસપોર્ટ સેવા પોર્ટલ પર જાઓ.
  2. તમારું એકાઉન્ટ બનાવીને લોગ ઈન કરો.
  3. ‘અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ’ (Apply for Fresh Passport) ઓપ્શન પસંદ કરો.
  4. અરજી ફોર્મ ભરો અને ‘તત્કાલ’ કેટેગરી પસંદ કરો.
  5. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  6. ઓનલાઈન ફી જમા કરો.
  7. નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરો.
  8. નક્કી કરેલી તારીખે દસ્તાવેજો સાથે પહોંચીને બાયોમેટ્રિક પ્રક્રિયા પૂરી કરો.

કેટલા દિવસમાં મળશે પાસપોર્ટ?

જો તમામ દસ્તાવેજો સાચા હોય અને અરજીમાં કોઈ ખામી ન હોય, તો તત્કાલ પાસપોર્ટ સામાન્ય રીતે 1 થી 3 દિવસમાં આવી જાય છે. કેટલાક કિસ્સાઓમાં પાસપોર્ટ પહેલા ઈશ્યૂ કરી દેવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશન પછીથી કરવામાં આવે છે.

ઇમિગ્રેશન ક્લિયર કરતી વખતે આ 7 વાતો કહેવાનું ટાળજો, નહીં તો એરપોર્ટ પરથી જ ઘરભેગા થશો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">