AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે……….. ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ કે પર્સ પડી ગયું તો ચિંતા ન કરો, માત્ર આટલું કામ કરો પરત મળી જશે તમારો સામાન

ઘણી વખત મુસાફરોનો મોબાઈલ ફોન કે પર્સ ચાલુ ટ્રેનમાંથી પડી જાય છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારો મોબાઇલ ફોન અથવા પર્સ મેળવી શકો છો.

Indian Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે........... ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ કે પર્સ પડી ગયું તો ચિંતા ન કરો, માત્ર આટલું કામ કરો પરત મળી જશે તમારો સામાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:18 PM
Share

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ટ્રેનમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત આ કરતી વખતે મોબાઈલ ફોન કે પર્સ વગેરે જેવી અગત્યની વસ્તુઓ રેલવે ટ્રેક પર પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. આજકાલ ફોન ખૂબ જ મહત્વનો બની ગયો છે. ઘણીવાર લોકો બેન્કિંગ ડિટેલ્સથી લઈને આઈડી સુધીની તમામ માહિતી ફોનમાં જ સેવ કરીને રાખે છે.

આવી સ્થિતિમાં મોબાઈલ ફોન વગર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન કરીને તમે તમારો ખોવાયેલો ફોન અથવા પર્સ પાછું મેળવી શકો છો.

આ પણ વાંચો : Indian Railways: ટ્રેનના એન્જિનમાં ડીઝલ કેવી રીતે ભરાય છે, શું તમે ક્યારેય જોયું છે ?

ભૂલથી પણ ચેઈન ન ખેંચો

મોબાઈલ ફોન રેલવે ટ્રેક પર પડી જાય ત્યારે ઘણીવાર લોકો ટ્રેન રોકવા માટે ચેઈન પુલિંગ કરે છે. પરંતુ આમ કરવાથી બચવું જોઈએ કારણ કે તે સજાપાત્ર ગુનો છે. તમને દંડ અને એક વર્ષની જેલ અથવા બંને થઈ શકે છે. રેલ્વેના નિયમો અનુસાર ચેઈન પુલીંગ માત્ર ઈમરજન્સી (Chain Pulling Rules)ના કિસ્સામાં જ થઈ શકે છે. જો કોઈ સામાન નીચે પડી જાય છે તો મુસાફરો ચેઈન પુલિંગ કરી શકતા નથી. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે મુસાફરોનો સામાન પરત મેળવવાનો રસ્તો શું છે.

મોબાઈલ ફોન કેવી રીતે મેળવવો?

જો તમારો મોબાઈલ ફોન કે પર્સ રેલ્વે ટ્રેક પર પડી ગયો હોય તો સૌથી પહેલા ટ્રેકની બાજુના પોલ પર પીળા અને કાળા રંગમાં લખેલા નંબરને નોંધી લો. આ પછી જાણી લો તમારો ફોન કયા બે રેલવે સ્ટેશનની વચ્ચે પડ્યો છે. આ માટે તમે TTE અથવા અન્ય કોઈ મુસાફરોના મોબાઈલ ફોનની મદદ લઈ શકો છો. રેલ્વે પોલીસ ફોર્સના હેલ્પલાઈન નંબર 182 અથવા રેલ્વે હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરીને, તમારો મોબાઈલ ફોન અથવા સામાન ગુમ થવાની માહિતી આપો.

આ દરમિયાન તમારે તમારા પોલ નંબરની માહિતી આરપીએફને આપવી જોઈએ. આ માહિતીથી રેલવે પોલીસને તેમનો સામાન શોધવામાં સરળતા રહેશે. આ સાથે તમારો મોબાઈલ ફોન મળવાની શક્યતાઓ અનેકગણી વધી જશે. ધ્યાનમાં રાખો કે પોલીસ માત્ર પ્રયાસો કરે છે. જો કોઈ તમારો મોબાઈલ ફોન લઈ ગયો હોય તો તમે તેને પાછો મેળવી શકશો નહીં.

ટ્રેનની એલાર્મ ચેઈનને ક્યારે ખેંચી શકો

તમે ટ્રેનની એલાર્મ ચેઈનને ત્યારે જ ખેંચી શકો છો, જ્યારે કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ રેલ્વે સ્ટેશન પર પાછળ રહી જાય. બીજી તરફ જો વિકલાંગ વ્યક્તિ ટ્રેન છુટી ગઈ હોય અને ટ્રેન ચાલુ થઈ ગઈ હોય તો આવી સ્થિતિમાં ચેઈન પુલિંગ કરી શકાય છે. આ સિવાય ટ્રેનમાં આગ, લૂંટ કે કોઈ ઈમરજન્સીના કિસ્સામાં જ ચેઈન પુલિંગની મંજૂરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">