આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે સરનામું ખોટું હોય તો જવું પડી શકે છે જેલ, 3 વર્ષની સજા થાય તે પહેલા સુધારી લો ભૂલ
હાલના સમયમાં ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર વગર કોઈ પણ સરકારી કે ખાનગી કામ કરવું શક્ય નથી. સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય કે સબસિડીનો કે પછી તમારા બાળકને શાળામાં દાખલ કરાવવા હોય તે માટે આધાર જરૂરી છે.

હાલના સમયમાં ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર વગર કોઈ પણ સરકારી કે ખાનગી કામ કરવું શક્ય નથી. સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય કે સબસિડીનો કે પછી તમારા બાળકને શાળામાં દાખલ કરાવવા હોય તે માટે આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં તમારા આધારમાં રહેલી વિગતો સાચી હોય તે સૌથી મહત્વપૂર્ણ છે.
એટલું જ નહીં આધાર બનાવતી વખતે ખોટી ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક આપવી એ પણ ગુનો છે. તમને જણાવી દઈએ કે જો તમે આધારમાં ખોટું નામ, જન્મતારીખ અને લિંગ લખ્યું હોય તો તમને 3 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારમાં આમાંથી કોઈપણ વિગતો ખોટી છે તો તેને તરત જ અપડેટ કરો.
UIDAI એ નામ, જન્મ તારીખ અને લિંગમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આ કામ તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. નામ, જન્મ તારીખ અને લિંગ વિગતો ઘરે બેઠા બદલી શકો છો
આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું?
- સૌ પ્રથમ ssup.uidai.gov.in પર જાઓ.
- અહીં અપડેટ આધારનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- આ પછી એક પેજ ખુલશે અહીં તમારા 12 અંકના આધાર નંબરથી લોગ ઇન કરો.
- આ પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા ભરો અને Send OTP પર ક્લિક કરો, હવે OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.
- OTP દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારું સરનામું, જન્મ તારીખ, નામ અને લિંગ અને અન્ય માહિતી દર્શાવાય છે
- હવે જો તમારે નામ બદલવું હોય તો Name પર ક્લિક કરો. નામ બદલો અને સબમિટ કરો.
- હવે તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે તેને વેરિફાઈ કરો અને ફેરફારોને સેવ કરો.
- આજરીતે જન્મ તારીખ,સરનામું અને લિંગની માહિતી અપડેટ કરી શકાય છે
આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ બદલવાની ઑફલાઇન પ્રક્રિયા
- તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો.
- આ માટે તમારે કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
- આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જેને તમે સુધારવા માંગો છો.
- હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈરિસ સ્કેન કરવામાં આવશે.
- આ પછી તમારું ફોર્મ ચેક અને કન્ફર્મ થશે. જો દસ્તાવેજ સાચો છે તો નામ, જન્મ તારીખ, લિંગ અપડેટ કરવામાં આવશે
- આ પ્રક્રિયા માટે તમારે ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.
