ભારતમાં કેવી રીતે બન્યા 14માંથી 28 રાજ્યો ? જાણો સંપૂર્ણ કહાની
1956માં રાજ્ય પુનર્ગઠન આયોગે સૌપ્રથમ ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી, બાદમાં પણ સમયાંતરે ભાષાના આધારે રાજ્યો વિભાજિત કરવાની માંગ થતી રહી. જેના કારણે હવે આ રાજ્યો 14થી વધીને 28 થઈ ગયા છે. ત્યારે આ લેખમાં ભારતના આ તમામ રાજ્યોની રચના કેવી રીતે અને ક્યારે થઈ તેના વિશે જાણીશું.

દેશમાં સમયાંતરે ભાષાને લઈને વિવાદો ઉભા થતા રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આઝાદી પછી જ્યારે રાજ્યોના પુનર્ગઠનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ભાષાના આધારે વિભાજનની માંગણીએ જોર પકડ્યું હતું. 1956માં રાજ્ય પુનર્ગઠન આયોગે સૌપ્રથમ ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી, બાદમાં પણ સમયાંતરે ભાષાના આધારે રાજ્યો વિભાજિત કરવાની માંગ થતી રહી. જેના કારણે હવે આ રાજ્યો 14થી વધીને 28 થઈ ગયા છે. તો કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે આ લેખમાં ભારતના આ તમામ રાજ્યોની રચના કેવી રીતે અને ક્યારે થઈ તેના વિશે જાણીશું. આઝાદી પહેલા ભારત 565 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આ રજવાડાઓ સ્વતંત્ર શાસનમાં માનતા હતા, જે મજબૂત ભારતના નિર્માણમાં સૌથી મોટો અવરોધ પણ હતો. તે સમયે ભારતમાં ત્રણ પ્રકારના રાજ્યો હતા. જેમાં ટેરીટરી ઓફ બ્રિટિશ ઈન્ડિયા, પ્રિન્સલી...
