Part : 1 જો એ દિવસે નાગા સાધુઓએ અસ્ત્રો-શસ્ત્રો સાથે મોરચો ન સંભાળ્યો હોત તો મુઘલ સેનાએ કાશી વિશ્વનાથ મંદિરનો પણ કરી નાખ્યો હોત નાશ
આજે આપને એક એવા સત્ય વિશે જણાવશુ જેને સદીઓથી દબાવી દેવામાં આવ્યુ હતુ અને હવે પ્રકાશમાં આવી રહ્યુ છે. આ વાત છે કાશીના સંગ્રામની. ધર્મ અને અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધની, આ કહાની છે જ્ઞાનવાપીના યુદ્ધની.

ઔરંગઝેબના સત્તામાં આવતાની સાથે, ઉત્તર ભારતમાં ઇસ્લામિક કટ્ટરવાદ અને ધાર્મિક અસહિષ્ણુતા તીવ્ર બની. 1658માં, તેણે તેના પિતા શાહજહાંને કેદ કર્યા અને શરિયા આધારિત શાસન પ્રણાલી અપનાવી, કર લાદ્યા અને હિન્દુ મંદિરો પર હુમલો કર્યો. ગંગાના કિનારે આવેલું પવિત્ર તીર્થસ્થળ કાશી ઔરંગઝેબનું લક્ષ્ય હતું. કાશી વિશ્વનાથ મંદિરને ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ માનીને, 1660ના દાયકામાં મુઘલ અધિકારીઓએ મંદિરો પર દેખરેખ રાખવાનુ, બ્રાહ્મણોની પૂછપરછ કરવાનું અને ધાર્મિક વિધિઓ પર નિયંત્રણો લાદવાનુ શરૂ કર્યું. આ હસ્તક્ષેપથી નાગા સાધુઓ ગુસ્સે થયા. સશસ્ત્ર નાગા અખાડાઓની કાશીમાં મજબૂત ઉપસ્થિતિ હતી અને તેમણે આને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલા તરીકે જોયો. હતા. 1664માં, ઔરંગઝેબના ગુપ્ત આદેશ પર, મંદિરોની તપાસ માટે એક વહીવટી ટુકડી મોકલવામાં આવી. નાગા સાધુઓએ તેનો પ્રતિકાર કરવાની યોજના બનાવી લીદી. આ ટકરાવ સમય રહેતા જ્ઞાનવાપીના યુદ્ધમાં પરિણમ્યો. આ સમયે, કાશીમાં હાજર મુખ્ય અખાડાઓની...
