AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme : સરકારની આ યોજના દરેક લોકો માટે આશીર્વાદ સમાન, આ રીતે કરી શકો છો અરજી

કિસાન વિકાસ પત્રના વ્યાજના દર વિવિધતા કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની યોજના હેઠળ આવે છે. વર્તમાન વ્યાજ દર પ્રમાણે કિસાન વિકાસ પત્રમાં પૈસા 115 મહિનામાં બમણા થાય તેવું જણાવવામાં આવ્યું છે. આ યોજનામાં રોકાણ કરવું સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. તમે કિસાન વિકાસ પત્રમાં 1000 રૂપિયાથી ઓછા રોકાણની શરૂઆત કરી શકો છો.

Govt Scheme : સરકારની આ યોજના દરેક લોકો માટે આશીર્વાદ સમાન, આ રીતે કરી શકો છો અરજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2023 | 3:47 PM
Share

પોસ્ટ ઓફિસ દ્વારા અનેક લાભદાયી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓમાં રોકાણકારોને FD કરતાં પણ વધારે  વ્યાજ મળે છે. આ તમામ નાની બચત યોજનાઓ હેઠળ, પોસ્ટ ઓફિસ દ્વારા એક યોજના પણ ચલાવવામાં આવી રહી છે જેમાં પૈસા બમણા થાય છે. આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે. આ યોજનાને KVP તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું KVP માં પૈસા રાખવા સલામત છે?

KVP એ સરકારી બચત યોજના છે. મહત્વનુ છે કે આ યોજના બજાર સાથે જોડાયેલું નથી. જો તમે આ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારા રોકાણ કરેલા તમામ નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

KVP પર વ્યાજ દર અંગે માહિતી

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

કેટલા સમયમાં નાણાં થશે બમણા ?

KVP પોસ્ટ ઓફિસની સ્કીમ છે, જેમાં લોકોને તેમના પૈસા ડબલ કરવાની તક મળે છે. હાલમાં આ સ્કીમના પૈસા 115 મહિનામાં બમણા થઈ રહ્યા છે. એટલે કે, જો તમે આ સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આગામી 115 મહિનામાં પૈસા બે લાખ થઈ જશે.

આ પણ વાંચો : Govt Scheme : PM સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાનો કેવી રીતે મેળવવો લાભો, જાણો અરજી પ્રક્રિયા

KVP માં નાણાં જમા કરાવવાની શું છે મર્યાદા ?

KVP માં રોકાણ કરવા પર કોઈ મર્યાદા નથી. તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આમાં જોઈન્ટ એકાઉન્ટ દ્વારા પણ રોકાણ કરી શકાય છે. જો કે, આ યોજનામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.

કિસાન વિકાસ પત્ર યોજનાના નામમાં કિસાન શબ્દ જોડવાથી એવું ન માનવું જોઈએ કે માત્ર ખેડૂતો જ રોકાણ કરી શકે છે. દેશનો કોઈપણ રસ ધરાવનાર નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના 2023 માટે, અરજદારે કિસાન વિકાસ પત્રનું પ્રમાણપત્ર ખરીદવું પડશે.

આમાં રોકાણ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં 50 હજાર રૂપિયાથી વધુનું રોકાણ કરો છો, તો તમારે તમારો PAN નંબર પણ આપવો પડશે. જો કોઈપણ નાગરિક આ યોજનામાં રૂ. 10 લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે, તો તેણે તેની આવકનો સ્ત્રોત પણ જાહેર કરવો પડશે જેથી મની લોન્ડરિંગ અટકાવી શકાય. NRI (Non Resident Indian) કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકતા નથી. નીચેના લોકો કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે.

કિસાન વિકાસ પત્ર (KVP) પ્રમાણપત્રના પ્રકાર

કિસાન વિકાસ પત્ર યોજના દ્વારા ત્રણ પ્રકારના કિસાન વિકાસ પત્ર જાહેર કરવામાં આવે છે. જે સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ, જોઈન્ટ એ ટાઈપ સર્ટિફિકેટ, જોઈન્ટ બી ટાઈપ સર્ટિફિકેટના રૂપમાં જાહેર કરવામાં આવે છે.

  • Joint A Type Certificate: આ કિસાન વિકાસ પત્ર પ્રમાણપત્ર 2 પુખ્ત વયના લોકોને સંયુક્ત રીતે આપવામાં આવે છે. આ પ્રમાણપત્રની પાકતી મુદતની રકમ બંને લોકોને સંયુક્ત રીતે અથવા તેમના વારસદારોને આપવામાં આવે છે.
  • Joint B Type Certificate: આ KVP પ્રમાણપત્ર 2 પુખ્ત વયના લોકોને સંયુક્ત રીતે આપવામાં આવે છે. પરંતુ પ્રમાણપત્રની પાકતી મુદતની રકમ તેમાંથી કોઈ એકને અથવા તેમના વારસદારોને આપવામાં આવે છે.
  • Single Holder Type Certificate: આ KVP સર્ટિફિકેટ એક પુખ્ત વ્યક્તિને તેના પોતાના નામે અથવા સગીરના વાલીને આપવામાં આવે છે.

આ પણ વાંચો : Govt Scheme: રોકાણ કરવા માંગો છો? તો આ 10 સરકારી યોજનાઓ જેમાં મળશે વધુ નફો, જાણો અહીં તમામ યોજનાના વ્યાજ દર

KVP યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

  1. ઓળખ કાર્ડ (પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક)
  2. રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક)
  3. 10 લાખ કે તેથી વધુના રોકાણ માટે આવકના સ્ત્રોતનો પુરાવો (સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અથવા ITR દસ્તાવેજ)
  4. 50 હજારથી વધુના રોકાણ પર પાન નંબર
  5. અરજદારનું ઉંમરનું પ્રમાણપત્ર
  6. અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">