GK Quiz : વિશ્વમાં પરીક્ષાઓની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ
આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સની ખૂબ જ જરૂર પડે છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.
નોલેજની વાત આવે ત્યારે આપણે કહીએ છીએ કે તેનું જનરલ નોલેજ બહુ ગજબનું છે, તેને કંઈ પણ પૂછો, તે બધું જ કહી દે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલો પણ જણાવવા જઈ રહ્યા છીએ, જેના જવાબો જાણ્યા પછી તમારું GK પણ સારું થઈ જશે.
- પ્રશ્ન 1 – એવું કયું ફળ છે, જેના બીજમાં ઝેર હોય છે? જવાબ – સફરજન
- પ્રશ્ન 2 – Colgate કયા દેશની કંપની છે? જવાબ – અમેરિકા
- પ્રશ્ન 3 – છઠ્ઠ પૂજા કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? જવાબ – બિહાર
- પ્રશ્ન 4 -વિશ્વનું સૌથી મોંઘું ફળ કયું છે, જેના એક નંગની કિંમત 3.28 લાખ રૂપિયા છે? જવાબ – બેઇજિંગ હિમ સ્ટ્રોબેરી
- પ્રશ્ન 5 – કયા ફળને પાકવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે? જવાબ – આનાનાસ
- પ્રશ્ન 6 – સિનેમાનો ઉધોગ ભારતના કયા શહેરમાં આવેલો છે? જવાબ – મુંબઈ
- પ્રશ્ન 7 – વિશ્વમાં પરીક્ષાઓની શરૂઆત કરનાર સૌપ્રથમ દેશ કયો છે? જવાબ – ચીન
- પ્રશ્ન 8 – કયા દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષનો હોય છે? જવાબ – સ્વિત્ઝર્લેન્ડ
- પ્રશ્ન 9 – કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? જવાબ: હિપ્પોપોટેમસ
- પ્રશ્ન 10 – એવું કયું ફળ છે જેને ધોયા વિના ખાઈ શકાય છે? જવાબ – કેળું
- પ્રશ્ન 11 – એવું કયું પ્રાણી છે જેને આંખો હોતી નથી? જવાબ – અળસિયા
- પ્રશ્ન 12 – વિશ્વમાં એવો કયો જીવ છે, જેને 32 મગજ, 300 દાંત અને 10 આંખો હોય છે? જવાબ – જળો
- પ્રશ્ન 13 – કેળું કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? જવાબ – કંબોડિયા
- પ્રશ્ન 14 – ભારતનું કયું રાજ્ય સૌથી અમીર છે? જવાબ – મહારાષ્ટ્ર
- પ્રશ્ન 15 – એશિયાનું સૌથી જૂનું શેર માર્કેટ કયું છે? જવાબ – બોમ્બે સ્ટોક એક્સચેન્જ