GK Quiz : વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? જાણો ક્યાં આવેલું છે
GK એક એવો વિષય જે દેશભરમાં યોજાતી લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આજે અમે તમને દુનિયાભરના અલગ-અલગ વિષયો સાથે સંબંધિત GKના આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ.

GK Quiz : જ્યારે પણ સરકારી (Government) કે ખાનગી નોકરી કે પછી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાઓની વાત આવે છે ત્યારે તે પરીક્ષાઓમાં એક વસ્તુ કોમન હોય છે અને તે છે જનરલ નોલેજ. GK એક એવો વિષય જે દેશભરમાં યોજાતી લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આજે અમે તમને દુનિયાભરના અલગ-અલગ વિષયો સાથે સંબંધિત GKના આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : દુનિયાનો એક એવો દેશ, જેની કોઈ રાજધાની જ નથી, જાણો ક્યાં આવેલો છે
પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે કાંકરા ખાય છે ? જવાબ – શાહમૃગ
પ્રશ્ન – જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યાં થયો હતો ? જવાબ – અમૃતસરમાં
પ્રશ્ન – પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં શું જોવા મળે છે ? જવાબ – ઓક્સિજન
પ્રશ્ન – 100 રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી છે ? જવાબ – 17 ભાષાઓ
પ્રશ્ન – કૂતરો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ? જવાબ – મ્યાનમારનું
પ્રશ્ન – ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ ક્યારે થયું હતું ? જવાબ – વર્ષ 1924માં
પ્રશ્ન – કયા દેશમાં સિંહોની સૌથી વધુ વસ્તી છે ? જવાબ – ભારતમાં
પ્રશ્ન – આફ્રિકા ખંડમાં કેટલા દેશો છે ? જવાબ – 54 દેશો
પ્રશ્ન – વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ? જવાબ – રેફલેશિયા
પ્રશ્ન – નાગીન તળાવ કયા રાજ્યમાં આવેલું છે ? જવાબ – નાગીન તળાવ શ્રીનગરના દાલ તળાવથી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલું છે. ચારે બાજુથી વૃક્ષોથી ઘેરાયેલું આ તળાવ ‘જ્વેલ ઇન ધ રિંગ’ના નામથી આસપાસના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે.
પ્રશ્ન – એક વૃક્ષ કેટલું પ્રદૂષણ દૂર કરે છે ? જવાબ – એક વૃક્ષ એક વર્ષમાં લગભગ 20 કિલો ધૂળ અને 20 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. વૃક્ષ દર વર્ષે 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે.
પ્રશ્ન – વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? જવાબ – હાયપર્શન
વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ હાયપર્શન છે. આ વૃક્ષ રેડવુડ નેશનલ પાર્ક કેલિફોર્નિયામાં છે. તેની ઊંચાઈ લગભગ 115.85 મીટર છે. તે દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચું છે. આ વૃક્ષની શોધ વર્ષ 2006માં થઈ હતી. વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ હોવાને કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.