Success Story : IT કંપનીના આ કર્મચારીને એક દિવસનો પગાર 73 લાખ રૂપિયા મળે છે, IITમાંથી અભ્યાસ બાદ એવી નોકરી મળી કે થઈ રહી છે ધનવર્ષા
પગાર(Salary)ની દ્રષ્ટિએ IT Sector શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારત અને વિશ્વની વિશાળ ટેક કંપનીઓ કરોડો રૂપિયાના પેકેજ પર દર વર્ષે લાખો વિદ્યાર્થીઓને નોકરી આપે છે. જાણીતી IT કંપનીઓમાં મેનેજમેન્ટ લેવલ સુધી પહોંચેલા લોકોનો પગાર વાર્ષિક કરોડોમાં છે.

પગાર(Salary)ની દ્રષ્ટિએ IT Sector શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારત અને વિશ્વની વિશાળ ટેક કંપનીઓ કરોડો રૂપિયાના પેકેજ પર દર વર્ષે લાખો વિદ્યાર્થીઓને નોકરી આપે છે. જાણીતી IT કંપનીઓમાં મેનેજમેન્ટ લેવલ સુધી પહોંચેલા લોકોનો પગાર વાર્ષિક રકમમાં મળે છે. આજે અમે તમને એક એવા કર્મચારી વિશે જણાવી રહ્યા છે જેમની સેલેરી દૈનિક 72 લાખ રૂપિયા આસપાસ છે.
અમે અનિરુદ્ધ દેવગન વિશે વાત કરી રહ્યા છીએ, જે એક પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક(Computer Scientist Anirudh Devgan) છે અને પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અનિરુદ્ધ દેવગન સોફ્ટવેર જાયન્ટ કેડેન્સ ડિઝાઇન સિસ્ટમ્સ(Cadence Design Systems)ના CEO છે જેનું માર્કેટ કેપ રૂ. 5,17,000 કરોડ ($62.14 બિલિયન) છે.
ગૂગલ, માઈક્રોસોફ્ટ સહિત અનેક ટોચની ટેક કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓને કરોડો રૂપિયામાં પગાર મળી રહ્યો છે. આ શ્રેણીમાં અનિરુદ્ધની દૈનિક સેલરી પણ લગભગ 72 લાખ રૂપિયા છે.
બાળપણથી IT ક્ષેત્ર તરફ રુચિ હતી
અનિરુદ્ધ દેવગનને બાળપણથી જ શીખવાનું વાતાવરણ મળ્યું કારણ કે તેનો ઉછેર IIT કેમ્પસમાં થયો હતો જ્યાં તેના પિતા પ્રોફેસર તરીકે કામ કરતા હતા. અનિરુદ્ધ દેવગને પ્રારંભિક અભ્યાસ DPSમાંથી કર્યા બાદ IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
આ પછી અનિરુદ્ધ દેવગન ભારત છોડીને વધુ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. અમેરિકામાં દેવગને કાર્નેગી મેલોન યુનિવર્સિટી(Carnegie Mellon University)માંથી ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર અને Doctor of Philosophy કરી હતી. અનિરુદ્ધ દેવગને તેની કારકિર્દીની શરૂઆતવિશ્વની જાણીતી કંપનીઓની યાદીમાં સ્થાન પામનાર IT કંપની IBM (International Business Machines Corporation) સાથે કરી હતી. IBMમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા પછી અનિરુદ્ધ દેવગન 6 વર્ષ માટે મેગ્મા ડિઝાઇન ઓટોમેશનમાં જોડાયા છે.
વર્ષ 2017માં મોટી તક મળતી હતી
અનિરુદ્ધ દેવગન 2017 માં કેડેન્સમાં જોડાયા જ્યાં ડિસેમ્બર 2021 માં તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયા અને સીઈઓનું પદ મેળવ્યું હતું. આ સાથે અનિરુદ્ધ સિલિકોન વેલી સ્થિત ટોચના ટેક સીઈઓ સત્ય નડેલા, સુંદર પિચાઈ, જયશ્રી ઉલ્લાલ જેવા અનુભવીઓ સાથે જોડાયા હતા. અમેરિકન ટેક જાયન્ટના ભારતીય CEO તરીકે IBMના અરવિંદ કૃષ્ણા હતા.
2200 કરોડનું સેલેરી પેકેજ
જ્યારે અનિરુદ્ધ દેવગન CEO બન્યા, ત્યારે તેમને મૂળ પગારના 125%ના લક્ષ્યાંક બોનસ સાથે $725,000નો મૂળ પગાર ચૂકવવામાં આવ્યો. તેમને $15 મિલિયનના સમકક્ષ મૂલ્ય સાથે પ્રમોશન ગ્રાન્ટ સ્ટોક વિકલ્પો પણ આપવામાં આવ્યા હતા. અનિરુદ્ધ દેવગને 2021માં પ્રતિષ્ઠિત ફિલ કોફમેન એવોર્ડ પણ જીત્યો હતો.
salary.com મુજબ, 2022 માં કેડેન્સના ચેરમેન અને CEO તરીકે તેમનો વાર્ષિક પગાર $32,216,034 એટલે કે 2 અબજ 68 લાખ રૂપિયા હતો. જો તેની ગણતરી કરવામાં આવે તો તે પ્રતિ દિવસ લગભગ 73 લાખ રૂપિયા થાય છે.