AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK : વિશ્વના આ દેશોમાં મતદાન ન કરવા પર થઈ શકે છે સજા, શું ભારતમાં આવી કોઈ જોગવાઈ છે ?

લોકશાહીમાં મતદાનનું ખૂબ જ મહત્વ છે. લોકશાહીનો આધાર લોકોનો અભિપ્રાય પર છે. વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં મતદાન ફરજિયાત છે. આ દેશોમાં મતદાન ન કરવા પર દંડથી લઈને સજા સુધીની જોગવાઈ છે. હાલમાં 33 દેશોમાં મતદાન ફરજિયાત છે. આ 33 દેશોમાંથી 19 દેશો એવા છે જ્યાં મતદાન ન કરવા પર સજાની જોગવાઈ છે. 

GK : વિશ્વના આ દેશોમાં મતદાન ન કરવા પર થઈ શકે છે સજા, શું ભારતમાં આવી કોઈ જોગવાઈ છે ?
GK
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 10:18 PM
Share

General knowledge : ફરજિયાત મતદાનનો મતલબ એ છે કે કાયદા મુજબ, મતદારે પોતાનો મત આપવો અથવા કોઈપણ ચૂંટણીમાં મતદાન મથક પર હાજર રહેવું ફરજિયાત છે. જો કોઈ માન્ય મતદાર મતદાન મથકે ન પહોંચે અને પોતાનો મત ન આપે, તો તેને અગાઉથી જાહેર કરાયેલા અમુક દંડ માટે જવાબદાર બનાવી શકાય છે.

આ પણ વાંચો GK Quiz : ટેબલ ટેનિસની શોધ કયા દેશમાં થઈ હતી ? જાણો ભારતમાં ટેબલ ટેનિસની શરૂઆત ક્યારે થઈ

ભારતમાં મતદાન ફરજિયાત છે ?

ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે અનેક વખત તેના માટે નિયમો બનાવવાની માંગણી કરવામાં આવી છે. જોકે, સરકાર કે ચૂંટણી પંચે હજુ સુધી ભારતમાં મતદાન ફરજિયાત કર્યું નથી. તો વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં મતદાન ફરજિયાત છે. આ દેશોમાં મતદાન ન કરવા પર દંડથી લઈને સજા સુધીની જોગવાઈ છે. હાલમાં 33 દેશોમાં મતદાન ફરજિયાત છે.

વિશ્વના 33 દેશોમાં મતદાન ફરજિયાત છે

ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, આર્જેન્ટિના, સિંગાપોર, સાયપ્રસ, પેરુ, બોલિવિયા સહિત વિશ્વના 33 દેશો એવા છે જ્યાં મતદાન ફરજિયાત છે. આ 33 દેશોમાંથી 19 દેશો એવા છે જ્યાં મતદાન ન કરવા પર સજાની જોગવાઈ છે.

ઓસ્ટ્રેલિયા એવો દેશ છે જ્યાં દરેક નાગરિક માટે મતદાન ફરજિયાત છે. કાયદા મુજબ ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષ કે તેથી વધુ વયની દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે, પછી ભલે તે વ્યક્તિ વિશ્વમાં કોઈપણ જગ્યાએ રહેતી હોય. જો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને દંડ કરવામાં આવે છે, પછી ભલે તે મતદાન ન કરી શકવાનું કારણ ગમે તે હોય. જો વ્યક્તિ દંડ ન ભરે તો કેસ કોર્ટમાં જાય છે. વ્યક્તિએ દંડની સાથે કોર્ટનો ખર્ચ પણ ચૂકવવો પડે છે.

બેલ્જિયમમાં, 1893થી મતદાન ન કરવા પર દંડ લાદવાનો નિયમ છે. તો બ્રાઝિલમાં, જો કોઈ મતદાન ન કરે તો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે. સિંગાપોરમાં જો કોઈ નાગરિક મતદાન ન કરે તો તેનો મત આપવાનો અધિકાર છીનવાઈ જાય છે. જ્યારે બોલિવિયામાં જો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને ત્રણ મહિનાનો પગાર પરત કરવો પડે છે.

બ્રિટનમાં જો કોઈ મતદાર કોઈ કારણસર મતદાન સમયે ગેરહાજર રહે તો તેને અગાઉથી જાણ કરવી પડે છે. આ પછી તે અન્ય જગ્યાએથી પણ પોતાનો મત આપી શકશે. ન્યુઝીલેન્ડ એવો દેશ છે જ્યાં લોકો મતદાન કરવા ન જાય તો ચૂંટણી પંચની ટીમ લોકોના ઘરે જાય છે અને તેમને પોસ્ટ દ્વારા મતદાન કરાવવામાં આવે છે.

આર્જેન્ટિનામાં જો કોઈ વ્યક્તિએ મતદાન ન કર્યું હોય, તો તેને મતદાનના દિવસે તે ક્યાં હતો તેનું પ્રમાણપત્ર પોલીસને સબમિટ કરવું પડશે. પેરુ અને ગ્રીસમાં, જે વ્યક્તિ મતદાન ન કરે તેને થોડા દિવસો માટે જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">