ભારે વરસાદ, પૂર કે જળ પ્રલય જેવી કુદરતી આફતોમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે ડ્રોન અને AI ટેકનોલોજીનો ઉપયોગ, શું રહે છે પડકારો- વાંચો
પૂર જેવી કુદરતી હોનારતમાં ડ્રોન અને AI ટેકનોલોજી ઘણી મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ સચોટ ઓળખ, ડેટાની અછત અને GPSની ભૂલના કારણે હજુ ઘણા પડકારો છે. માણસો અને AIના તાલમેલથી રાહતકાર્યોને વધુ સારી રીતે કરી શકાય છે.

પૂર જેવી કુદરતી આપદા હોનારત સર્જાયા બાદ ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આજકાલ ઘણો વધી રહ્યો છે. આ ટેકનોલોજી ભલે માણસની સરખામણીએ વધુ ઝડપથી કામ કરે છે પરંતુ હજુ સુધી અનેક પડકારોના કારણે તેના પર હજુ સંપૂર્ણ ભરોસો મુકી શકાય નહીં. નિષ્ણાંતોનું કહેવુ છે કે AI અને માણસોના તાલમેલથી જ પૂર પીડિતોને શોધવામાં વધુ સારા પરિણામ મળી શકે છે. આજે અમે આપને જણાવશુ કે ડ્રોન અને AI કુદરતી હોનારત સમયે કેટલા અસરકારક સાબિત થઈ છે અને હાલમાં કયા પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ. શું છે ડ્રોન અને AI ની તાકાત? ડ્રોન ઉંચાઈએ થી તસવીરો ખેંચી આપદા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરે છે. 20 મિનિટની નાની ઉડાનમાં પણ એક ડ્રોન સરળતાથી 800 થી વધુ હાઈ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. જો આ પ્રકારની 10 ઉડાન હોય...
