ઈલેક્ટ્રીક વાહનો ચલાવતા વાહનચાલકોએ જાણવુ જરૂરી, ઈલેક્ટ્રીક વાહનોમાં આગ કેમ લાગે છે ?
સરકાર કહી રહી છે ઈ- વ્હીકલ ખરીદો..ઈ- વ્હીકલ ખરીદો પણ કઈ રીતે ? ભડ ભડ સળગી ઊઠે એવા વાહન ખરીદવાનું જોખમ તમે લેશો ખરા.
છેલ્લા કેટલાક દિવસોમાં તમે ઈલેક્ટ્રીક વાહન (Electrical Vehicle) સળગી ગયાના કિસ્સાઓ જોયા જાણ્યા વાંચ્યા હશે. સરકાર કહી રહી છે ઈ- વ્હીકલ ખરીદો..ઈ- વ્હીકલ ખરીદો પણ કઈ રીતે ? ભડ ભડ સળગી ઊઠે એવા વાહન ખરીદવાનું જોખમ તમે લેશો ખરા.આજે અમે તમને જાણીશું કે ઈલેક્ટ્રીક વાહનોમાં આગ કેમ લાગે છે.
ઘણી કંપનીઓના ઈલેક્ટ્રીક વાહનો પાર્કિંગમાં ઊભા ઊભા જ સળગી ઊઠે છે અને તેમાં અચાનક આગની જ્વાળાઓ જોવા મળે છે. બીક તો લાગે કે ક્યાંક ચલાવતા સમયે આવું કઈંક બન્યું તો..! હવે આ ઈલેક્ટ્રીક વ્હિકલ કેમ સળગી ઊઠે છે. તેના તરફ નજર કરીએ તો ઈલેક્ટ્રીક વ્હીકલને લિથિયમ-આઓન બેટરીથી (Lithium-ion battery) ચાર્જ કરવામાં આવે છે અને આ એ જ લિથિયમ-આઓન બેટરી છે કે જેને તમે તમારા સ્માર્ટ ફોનમાં (Smart Phone) પણ જોઈ હશે.સ્માર્ટ વોચ,મોબાઈલ જે પણ ચાર્જેબલ સાધનો હશે એમાં આ જ પ્રકારની બેટરીનો (battery) ઉપયોગ થાય છે.વિશ્વભરમાં તેનો ઉપયોગ થાય છે, કારણ કે વજનમાં હળવી અને બીજી પણ તેની ઉપયોગિતા ઘણી છે.
વાહન સળગવાના કિસ્સાઓમાં ક્યાંક તે જોખમી તો નથી ને ?
લિથિયમ-આઈઓન બેટરીની જો વાત કરીએ તો, તેની વચ્ચે પ્રક્રિયાથી આઈઓન્સની આપ-લે થાય અને બેટરી પોતાનું કામ કરે છે અને તેની આખી બનાવટ જોઈએ તો લિથિયમ કે જે આપણે સાઉથ અમેરિકા(South America) જી હા મિત્રો સાઉથ અમેરિકાથી આપણે આયાત કરીએ છીએ.તે આ બન્ન ધ્રુવો ધન અને ઋુણ પર લાગેલા હોય છે, ત્યારે તેની વચ્ચે ઈલેક્ટ્રોન જનરેટ થાય છે અને આ ચાર્જ થયેલા ઈલેક્ટ્રોનથી બેટરી (Electric Battery) કામ કરે છે, તેથી તમારા ઈલેક્ટ્રોનિક ડિવાઈસને પાવર મળે છે.
લેડ એસિડ બેટરી
બીજી એક પ્રકારની બેટરી પણ છે.જેને લેડ એસિડ બેટરી કહેવાય છે. પણ તેની ક્ષમતા લિથિયમ-આઈઓન બેટરીથી ખૂબ ઓછી છે. જેથી તે વધુ ઉપયોગમાં નથી.કારણ કે લિથિયમ આઈઓન બેટરી જ્યાં 125 વોટ પર કેજી સંગ્રહ કરી શકે ત્યાં લેડ એસિડ બેટરીની ક્ષમતા માત્ર 25 વોટ પ્રતિ કિલોગ્રામ છે.આ પણ એક માહિતી કામની છે અને તેને ખૂબ નાની જગ્યામાં પણ પેક રાખી શકાય છે.પણ ક્યાંક એ જ તો કારણ નથી ને બેટરીને ખૂબ ઓછી જગ્યામાં સ્ટોર કરવામાં તેના પર દબાણ વધી શકે છે.જેમ કે, તમે તમારા સ્માર્ટ ફોનને તડકામાં લઈ જાવ તો તે ઓછી સ્પીડમાં કામ કરશે. હવે તો જો કે આ પ્રકારના ડિવાઈસીસમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ જેને ટૂંકમાં બીએમએસ કહેવાય છે જે તમારા જોવામાં પણ આવ્યું હશે. તે ખાસ ફિચર બન્યું છે. જે ત્યાં સુધીની માહિતી આપશે કે તમારી ડિવાઈસનું ટેમ્પરેચર કેટલું છે.બેટરી કેટલી ચાર્જ છે.બેટરીની લાઈફ સાયકલ આ બધી વાતોનું ધ્યાન બીએમએસ રાખે છે.
આ કારણે ઈલેક્ટ્રિક વાહનોમાં લાગે છે આગ
ઈલેક્ટ્રિક વાહનો સળગવાના કિસ્સામાં પ્રાથમિક અનુમાન એવું લગાવાયું કે બેટરી ચાર્જ કરતા સમયે કોઈ ગફલત રહે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે.તો ઈન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ માની રહ્યા છે કે મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ હોઈ શકે છે.આ સાથે જોરથી ટક્કર વાગવી કે બહારથી બેટરીને કઈંક ડેમેજ થાય તો પણ બ્લાસ્ટ થઈ શકે.મુખ્ય કારણ તાપમાન પણ હોઈ શકે. માની લો કે બહારનું તાપમાન 40 ડિગ્રી છે, તો બેટરીનું તાપમાન 90-100 ડિગ્રી ઊંચું હોય અને આ કારણે આગ લાગે છે. જો કે તેનું અસલ કારણ તો હજી તેને બનાવનારી કંપનીઓ પણ શોધ શકી નથી.પણ જો ઈલેક્ટ્રીક વાહનોને આટલા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.પ્રોડક્ટ ડિઝાઈનને લઈને પણ ધ્યાન રાખવું જરૂરી છે.સરકારે પણ તેનું સજ્ઞાન લીધું છે..સરકારે સંશોધન માટે આદેશ આપ્યા છે..ડીઆરડીઓની જ એક સંસ્થા સેન્ટર ફોર ફાયર એસ્કપ્લોઝીવ એન્ડ એનવાયર્નમેન્ટ સેફ્ટીને તેના કારણો અને નિવારણ પર કામ કરવા જણાવાયું છે.