શું તમને ખબર છે કે 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા કેટલા ખર્ચે બને છે?
1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો સિક્કો દરેક પાસે હોય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિક્કા બનાવવા પાછળનો વાસ્તવિક ખર્ચ શું છે. જો કે, RBIની RTI રિપોર્ટમાં આનો જવાબ આપવામાં આવ્યો છે.

1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો સિક્કો દરેક પાસે હોય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિક્કા બનાવવા પાછળનો વાસ્તવિક ખર્ચ શું છે. જો કે, RBIની RTI રિપોર્ટમાં આનો જવાબ આપવામાં આવ્યો છે. 2018માં RTIના જવાબમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ની માહિતી મુજબ, એક રૂપિયાનો સિક્કો બનાવવામાં સરકારને 1.11 રૂપિયાનો ખર્ચ થાય છે. જોવા જઈએ તો, દરેક સિક્કા પર સરકારને લગભગ 11 પૈસાનું નુકસાન થાય છે.
મળતી માહિતી મુજબ, 2 રૂપિયાના સિક્કાને બનાવવાનો ખર્ચ 1.28 રૂપિયા છે, 5 રૂપિયાના સિક્કાનો ખર્ચ 3.69 રૂપિયા છે અને 10 રૂપિયાના સિક્કાને બનાવવામાં 5.54 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ તમામ સિક્કાઓ ભારત સરકારની ટંકશાળમાં બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મુંબઈ અને હૈદરાબાદની ટંકશાળનો સમાવેશ થાય છે.
1 રૂપિયાના સિક્કાની બનાવટ કેવી હોય છે?
1 રૂપિયાનો સિક્કો સ્ટેનલેસ સ્ટીલથી બનેલો હોય છે. તેનું વજન આશરે 3.76 ગ્રામ, વ્યાસ 21.93 મિમી અને જાડાઈ 1.45 મિમી હોય છે. આ ટકાઉ હોય છે અને વર્ષો સુધી ચાલે છે. આ કારણે સરકાર નુકસાન છતાં પણ તેને ચલણમાં બનાવી રાખે છે.
સરકારને 100 રૂપિયાની 1000 નોટ છાપવામાં 1770 રૂપિયા થાય છે, એટલે કે એક નોટ પાછળ 1.77 રૂપિયા ખર્ચ થાય છે. એ જ રીતે, 200 રૂપિયાની 1000 નોટ છાપવામાં 2370 રૂપિયા (2.37 રૂપિયા પ્રતિ નોટ) અને 500 રૂપિયાની 1000 નોટ માટે 2290 રૂપિયા (2.29 રૂપિયા પ્રતિ નોટ) ખર્ચ થાય છે.
નુકસાન છતાં સિક્કાઓ કેમ બનાવવામાં આવે છે?
કેટલાક સિક્કાઓ પર સરકારને નુકસાન થાય છે છતાં તેને બનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, સિક્કા લાંબા સમય સુધી ચાલે છે અને મુદ્રા પ્રણાલીમાં સ્થિરતા જાળવે છે. જો કે, નોટ થોડા વર્ષો પછી બદલવી પડે છે. આથી સ્પષ્ટ થાય છે કે, કરન્સી બનાવવાનો નિર્ણય માત્ર ખર્ચના આધારે નહી પરંતુ વ્યૂહાત્મક અને વ્યવસાયિક વિચારધારા પર આધારિત હોય છે.
(Disclaimer: આ માહિતી પબ્લિક ડોમેનમાં મળી આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આની કોઈ ખાતરી આપતું નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર માહિતી તપાસી લેવા સલાહ આપવામાં આવે છે.)