Vastu Shastra: શું છોકરીઓને પણ પિતૃદોષ લાગે છે? જો હા, તો જાણો પિતૃદોષના સંકેતો અને ઉપાયો
જ્યારે પૂર્વજોનું યોગ્ય રીતે તર્પણ, શ્રાદ્ધ કે પિંડદાન આપવામાં આવતું નથી અથવા તેઓ કોઈ કારણસર ગુસ્સે થાય છે, ત્યારે લોકોને કેટલીક વાર પિતૃદોષ લાગી જાય છે.

જ્યારે પૂર્વજોનું યોગ્ય રીતે તર્પણ, શ્રાદ્ધ અથવા પિંડદાન કરવામાં નથી આવતું અથવા તેઓ કોઈ કારણસર નારાજ હોય છે, ત્યારે લોકોને પિતૃદોષ લાગી જાય છે. આ પિતૃદોષ કેટલાક સંકેતો દ્વારા અથવા જન્મકુંડળી દ્વારા જાણવા મળે છે. હવે આમાં ઘણા લોકો એવું માને છે કે, પિતૃદોષ માત્ર ઘરના પુરૂષોને થાય છે, પુત્રીઓને ન થાય. જો કે, આ વાત ખોટી છે.
જ્યોતિષશાસ્ત્રના આધારે એવું માનવામાં આવે છે કે, પિતૃદોષ માત્ર પુરૂષોને જ અસર કરે છે એવી માન્યતા પૂર્ણરૂપે સાચી નથી. કેટલીક માન્યતાઓ અનુસાર, પિતૃદોષની અસર મહિલાઓ પર પણ પડી શકે છે.
ખાસ કરીને તે સમયે જ્યારે તેમના કુટુંબમાં પૂર્વજોનું તર્પણ, શ્રાદ્ધ કે પિંડદાન યોગ્ય રીતે ન કરવામાં આવ્યું હોય. જ્યોતિષવિદ્યાને આધારે કહી શકાય કે, દીકરીઓની કુંડળીમાં પણ પિતૃદોષ જોવા મળે છે અને તેઓને કેટલીક નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
દીકરીઓને શું અડચણ આવી શકે છે?
- લગ્નમાં વિલંબ અથવા લગ્નમાં અવરોધો
- વૈવાહિક અશાંતિ અથવા છૂટાછેડા
- ગર્ભધારણ કરવામાં મુશ્કેલી અથવા વારંવાર ગર્ભપાત
- કારકિર્દીમાં અવરોધો અને નાણાકીય સમસ્યાઓ
- વારંવાર બીમારી અથવા માનસિક તણાવ
- ઘરમાં વારંવાર ઝઘડા થવા અથવા પરિવારના કોઈ સભ્યનું અચાનક મૃત્યુ થવું
છોકરીઓ માટે પિતૃદોષના ઉપાયો શું?
- પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ)માં તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવું.
- અમાસના દિવસે પૂર્વજોના નામે પાણી અર્પણ કરવું.
- ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પ્રસાદ ચઢાવવો.
- પૂર્વજોની શાંતિ માટે ગરીબોને ભોજન કરાવવું અને ગાયોની સેવા કરવી.
- દર શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને જળ ચઢાવવું.
- “ઓમ પિતૃભ્યાય નમઃ” મંત્રનો જાપ કરવો.
- કુંડળીમાં પિતૃદોષની શાંતિ માટે યોગ્ય બ્રાહ્મણ પાસેથી ખાસ પૂજા કરાવી.
(Disclaimer: આ લેખ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.