AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો, યુદ્ધગ્રસ્ત વિસ્તારના નાગરિકોએ આ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક હોય છે

યુદ્ધગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં, સામાન્ય નાગરિકો માટે નિયમોનું પાલન કરવુ જરૂરી છે. યુદ્ધના સમયે નાગરિકો માટેના નિયમો બદલાય છે. આ એવા નીતિ નિયમો હોય છે કે, નાગરિકોની સલામતી અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ઘડવામાં આવતા હોય છે.

શું તમે જાણો છો, યુદ્ધગ્રસ્ત વિસ્તારના નાગરિકોએ આ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક હોય છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2025 | 4:45 PM
Share

સામાન્ય રીતે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો, જે તે દેશના નાગરિકોએ સરકાર, વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સી, સૈન્ય સહિત યુદ્ધ સાથે સંકળાયેલ લોકોએ જાહેર કરેલ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ એવા નીતિ નિયમો હોય છે કે, નાગરિકોની સલામતી અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ઘડવામાં આવતા હોય છે. જાહેર કરાયેલ નીતિ નિયમોનું પાલન કરવુ યુદ્ધગ્રસ્ત વિસ્તારના નાગરિકો માટે અનિવાર્ય હોય છે.

યુદ્ધગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં, સામાન્ય નાગરિકો માટે નિયમોનું પાલન કરવુ જરૂરી છે. આ નિયમો પર કરીએ એક નજર.

બ્લેકઆઉટ

રાત્રે ઘર, દુકાનો અને વાહનોની લાઇટો બંધ રાખવી પડે છે. લાઈટ દેખાય નહીં તે રીતે દરવાજા કે બારીના કાચ ઢાંકવા પડે છે, જેથી દુશ્મનોના વિમાનને સરળતાથી ટાર્ગેટ ના મળી શકે.

સંવેદનશીલ માહિતી શેર ન કરવી

સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં સૈન્યની ગતિવિધિ, તણાવગ્રસ્ત વિસ્તારની તસ્વીરો કે કોઈપણ સેના સંબંધિત માહિતી શેર કરવા પર સખત મનાઈ હોય છે.

આદેશ મુજબ સ્થળ ખાલી કરવા

જો સરકાર દ્વારા નિર્ધારિત સ્થળ ખાલી કરવાની સૂચના મળે તો, નાગરિકોએ તાત્કાલિક અને શાંતિપૂર્વક સ્થળ ખાલી કરવું જોઈએ.

ઓળખ પત્રો સાથે રાખો

પોલીસ ચેકપોસ્ટ પર સંદિગ્ધ વ્યક્તિની ઓળખ મેળવવા માટે પોલીસને ઓળખ પત્ર (ID card) બતાવવા ફરજિયાત હોય છે. કઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવે તો તત્કાલ પોલીસને જાણ કરવી જોઈએ.

લોકડાઉન કે કર્ફ્યુનું પાલન કરવું

જ્યારે કર્ફ્યુ લાગુ કરવામાં આવે ત્યારે નાગરિકોને ઘરની બહાર ના જવું તેમજ તો વહિવટીતંત્ર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે તો નિર્ધારિત સમય સિવાય બહાર આવવા જવાનું પૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

જીવનજરૂરી ચીજવસ્તુ પુરવઠો

ઘણા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, દવા વગેરે માટે નિયત સમય અથવા રૂટિન મુજબ વિતરણ થાય છે.આ બધુ ખરીદવા માટે ત્યાં જ જવું જોઈએ.

સૈન્ય કે પોલીસની સૂચનાઓનું પાલન કરવું

યુદ્ધ દરમિયાન સૈન્ય કે પોલીસની કોઇપણ સૂચના હોય તે મુજબ અનુસરો.  માર્ગ બદલો, તપાસમાં સહકાર કરો, સહયોગ આપો – સૈન્ય અને પોલીસનો સંપૂર્ણ આદર કરવો જોઈએ.

અનધિકૃત સ્થળોએ પ્રવેશ ન કરવો

યુદ્ધ સમયે, શહેર સહિત વિવિધ માર્ગોએ ઘણા વિસ્તારોમાં “રસ્તો બંધ” કે “Entry Restricted” લખેલ હોય છે, નાગરિકોએ આવા વિસ્તારોથી દૂર રહેવું જરૂરી હોય છે.

અફવાઓ ન ફેલાવવી

ખોટા સમાચાર, સોશિયલ મીડિયા મેસેજ, ઓડિયો કે વીડિયો જે લોકોમાં ભય ફેલાવે તેવા શેર કરવા એ કાયદેસર ગુનો છે. આમ કરતા અટકવું. બીજા કોઈ કરતા હોય તો તેમને પણ અટકાવવા.

અધિકૃત હેલ્પલાઇનનો જ ઉપયોગ કરવો

જો કોઈ તાકીદની પરિસ્થિતિમાં વધુ જાણકારી મેળવવાની આવશ્યકતા ઊભી થાય તો તેના માટે સરકાર કે સેના દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબરનો જ ઉપયોગ કરવો.

આ બધા નિયમોનો ઉદ્દેશ, યુદ્ધ દરમિયાન નાગરિકોની રક્ષા કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો હોય છે. નિયમોનું ચુસ્ત અને ઊંડાણપૂર્વક પાલન કરવાથી સામાન્ય નાગરિક પણ રાષ્ટ્રીય કૃતવ્યમાં ભાગીદાર બની શકે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">