AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current Affairs 2023 : પ્રધાનમંત્રી ઊર્જા ગંગા લાઇન પ્રોજેક્ટ શું છે, કેટલી છે તેની લંબાઈ? અહીં જાણો

Urja Ganga Gas Pipeline Project News : પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઈપલાઈન પ્રોજેક્ટ દ્વારા CNG, PNG જેવા ગેસને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવે છે.

Current Affairs 2023 : પ્રધાનમંત્રી ઊર્જા ગંગા લાઇન પ્રોજેક્ટ શું છે, કેટલી છે તેની લંબાઈ? અહીં જાણો
Current Affairs 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 9:21 AM
Share

Urja Ganga Gas Pipeline Project : પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઈપલાઈન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. તે દેશના ઘણા રાજ્યોમાં CNG, PNG પહોંચાડવામાં સક્ષમ છે. તેની શરૂઆત ઓક્ટોબર, 2016માં થઈ હતી. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના જગદીશપુરથી પશ્ચિમ બંગાળના હલ્દિયા, ઝારખંડના બોકારો અને ઓડિશાના ધામરા સુધી 2,655 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ થયું.

આ પણ વાંચો : શ્રીનગરને ગેસ ગ્રીડ સાથે જોડશે GAIL, મે 2023 સુધીમાં તૈયાર થઈ જશે મુંબઈ-નાગપુર લાઈન

જગદીશપુર-હલ્દિયા-બોકારો-ધામરા પાઇપલાઇન (JHBDPL) ને પ્રધાનમંત્રી ઊર્જા ગંગા પાઇપલાઇન કહેવામાં આવે છે. બાદમાં આ લાઇન બિહારના બરૌની અને આસામમાં ગુવાહાટી સુધી લંબાવવામાં આવી હતી. તેની કુલ લંબાઈ લગભગ 726 કિલોમીટર છે. આ અંગે હજુ કામ ચાલી રહ્યું છે.

આ પાઇપલાઇનનો ઉપયોગ ક્યારે શરૂ થશે?

આ પાઈપલાઈન બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળને ગેસ સપ્લાય કરવા માટે તૈયાર છે. હવે આ વિસ્તારોના ગ્રાહકોને અનુક્રમે સસ્તી CNG અને PNG સપ્લાય કરી શકાશે. આપણે બધા જાણીએ છીએ કે અત્યાર સુધી પરંપરાગત રીતે કુદરતી ગેસનો ઉપયોગ વીજળી અને ખાતરના ઉત્પાદનમાં વધુ થાય છે. આ ગેસને વાહનોમાં વાપરવા માટે CNG અને રસોઈ માટે PNGમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગેસ હાલમાં માત્ર પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જ ઉપલબ્ધ હતો. પરંતુ નવી પાઈપલાઈન તૈયાર થયા બાદ પૂર્વના રાજ્યોને પણ તેનો લાભ મળવા લાગ્યો.

કેન્દ્રએ કઈ સંસ્થાને જવાબદારી સોંપી હતી?

પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઈપલાઈન પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી GAIL (ઈન્ડિયા) લિમિટેડને સોંપવામાં આવી હતી. આ કંપનીએ સમગ્ર પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ કર્યું છે. સરકારે JHBDPL ના અમલીકરણ માટે 40 ટકા વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) પ્રદાન કર્યું છે. આ રકમ રૂપિયા 5,176 કરોડ થાય છે.

આ અંતર્ગત GAIL ઈન્ડિયા લિમિટેડ બરૌની-ગુવાહાટી પાઈપલાઈન પણ પાથરી રહી છે, જે નોર્થઈસ્ટ ગેસ ગ્રીડ પાઈપલાઈન માટે સ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઈપલાઈન ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દેશના વધુ ઉત્તર-પૂર્વ વિસ્તારના સમગ્ર ભૌગોલિક વિસ્તારને જોડશે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">