AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારે 2,000થી ઓછા UPI અને RuPay ચુકવણી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો

સરકારે યુપીઆઈ અને રુપે ડેબિટ કાર્ડથી થનારા 2000 રુપિયા સુધીના ટ્રાન્જેક્શન પર ફી વસુલવાનું બંધ કરવા માટે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી છે.કોઈપણ બેંક કે સર્વિસ પ્રોવાઈડર UPI વ્યવહારો પર ફી વસૂલ કરી શકશે નહીં

Breaking News  : સરકારે 2,000થી ઓછા UPI અને RuPay ચુકવણી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
| Updated on: Sep 15, 2026 | 8:01 AM
Share

UPIનો ઉપયોગ કરનાર દેશના કરોડો યુઝરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે 2000 રુપિયા સુધીના તમામ યુપીઆઈ ટ્રાન્જેક્શન પર કોઈ પણ પ્રકારનો ફી અથવા ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સમાચાર દેશના તમામ નાના મોટા દુકાનદારો માટે રાહતના સમાચાર લઈને આવી છે. આટલું જ નહી સરકારે કહ્યું કે, RuPay ડેબિટ કાર્ડથી કરવામાં આવતા 2000 રુપિયા સુધીના તમામ ટ્રાન્જેક્શન સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. આના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી.

સરકારે સોમવારે જાહેર કર્યું ગેઝેટ નોટિફિકેશન

સરકારે યુપીઆઈ અને રુપે ડેબિટ કાર્ડથી કરવામાં આવતા 2000 રુપિયા સુધીના તમામ ટ્રાન્જેક્શન પર ફી લેવા પર પ્રતિબંધ લગાવવા માટે સોમવારે એક ગઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. ગઝેટ નોટિફિકેશન એક આધિકારિક સરકારી સૂચના છે. આ સાથે આ એક કાનુની ડોક્યુમેન્ટ પણ હોય છે.

નાણા મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશનમાં આ જાહેરાત કરી

ભારત સરકારે નાણા મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશનના માધ્યમથી સોમવારના જણાવ્યું કે, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 (2007ની 51)ની કલમ 10Aના અનુસાર કેન્દ્ર સરકારે બેંકો અને સિસ્ટમ પ્રોવાઈડર્સને RuPay ડેબિટ કાર્ડ અને UPI દ્વારા 2000 રુપિયા સુધીના પેમેન્ટ કરવું અથવા લેનાર વ્યક્તિ પર પ્રત્યેક્ષ કે અપ્રત્યક્ષ રુપે કોઈ પણ ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કોઈપણ બેંક કે સર્વિસ પ્રોવાઈડર UPI વ્યવહારો પર ફી વસૂલ કરી શકશે નહીં

આનો સીધો અર્થ એ થયો કે, યુપીઆઈ દ્વારા 2000 રુપિયા સુધીના ટ્રાન્જેક્શન તમામ માટે ફ્રી રહેશે. આના હેઠળ પૈસા મોકલનાર અને મેળવનાર કોઈ પણ યુપીઆઈ યુઝરના બેક અથવા સર્વિસ પ્રોવાઈડર જેમ કે, ફોનપે, પેટીએમ, ગુગલ પે વગેરે કોઈ પણ પ્રકારની ફી લઈ શકશે નહી.

તેવી જ રીતે, RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા 2000 રૂપિયા સુધીના વ્યવહારો પણ દરેક માટે સંપૂર્ણપણે મફત રહેશે.

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ એક નવી ઓનલાઈન નાણાકીય ચુકવણી સિસ્ટમ છે.  અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">