AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘવારીનો માર સહન કરવા રહેજો તૈયાર, સ્માર્ટફોન 30 ટકાથી વધુ મોંઘા થવાનો અંદાજ, બજેટ બહાર જઈ શકે છે ‘કિંમત’

પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આગામી સમયમાં કિંમતોને લઈને મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. અહેવાલો મુજબ, એડવાન્સ સ્માર્ટફોનના ભાવમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે અને ઘણા મોડલ્સની કિંમત એક લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે.

મોંઘવારીનો માર સહન કરવા રહેજો તૈયાર, સ્માર્ટફોન 30 ટકાથી વધુ મોંઘા થવાનો અંદાજ, બજેટ બહાર જઈ શકે છે 'કિંમત'
| Updated on: Nov 20, 2026 | 7:21 PM
Share

મેમરી ચિપની કિંમતમાં ઝડપી વધારાને કારણે મોટાભાગની કંપનીઓના મોંઘા અને એડવાન્સ સ્માર્ટફોનની કિંમતો આ વર્ષના અંત સુધીમાં 30 ટકાથી વધુ વધીને એક લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે. બજાર સંશોધન કંપની કાઉન્ટરપોઈન્ટે શુક્રવારે 20 નવેમ્બરને રોજ આ અનુમાન વ્યક્ત કર્યું છે.

ગ્રાહકોની પણ વધી રહી છે ‘અપેક્ષાઓ’

કંપનીના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોનની કિંમતો વધવાની સાથે જ લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે. હવે ગ્રાહકો ફોનની પ્રોસેસિંગ સ્પીડ, કેમેરા, બેટરી, મજબૂતાઈ અને વેચાણ પછી મળતી સેવાઓ સહિત અન્ય સુવિધાઓમાં વધુ સારો અનુભવ ઈચ્છે છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા ભારતમાં એક લાખ રૂપિયા સુધીના સ્માર્ટફોન ભાગ્યે જ મળતા હતા. આજે મોંઘા સ્માર્ટફોનની કિંમતો સતત વધવાની સાથે આ કિંમત સામાન્ય થતી જઈ રહી છે.

પ્રીમિયમ સેગમેન્ટના સૌથી એડવાન્સ સ્માર્ટફોનની કિંમતો વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026ના અંત સુધીમાં 30 ટકાથી વધુ વધવાનો અંદાજ છે.

13 ટકાથી વધીને 40 ટકાથી થઈ ગયો

રિપોર્ટ મુજબ, સ્માર્ટફોનની કુલ સામગ્રીની કિંમતમાં મેમરી ચિપનો હિસ્સો વર્ષ 2025ની શરૂઆતના લગભગ 13 ટકાથી વધીને હવે 40 ટકાથી વધુ થઈ ગયો છે. વર્ષના અંત સુધીમાં તે 43 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના સંશોધન નિયામક તરુણ પાઠકે જણાવ્યું હતું કે, AI ડેટા સેન્ટરની વધતી માંગને કારણે DRAM અને NAND મેમરીની કિંમત વધી છે.

તેનાથી સ્માર્ટફોનની કુલ સામગ્રીની કિંમતમાં મેમરીનો હિસ્સો વર્ષ 2025ની શરૂઆતના લગભગ 13 ટકાથી વધીને 40 ટકાથી વધુ થઈ ગયો છે. આના કારણે સ્માર્ટફોન કંપનીઓ ખર્ચને નિયંત્રિત કરવા માટે ફોનના ફીચર્સ, પાર્ટ્સ અને પ્રોડક્ટ રણનીતિની સમીક્ષા કરી રહી છે.

22 ટકા સુધી મોંઘા થઈ ચૂક્યા છે iPhone

રિપોર્ટ અનુસાર, Oppoના મોંઘા સ્માર્ટફોનની કિંમતોમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 82-87 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટમાં બજારની અગ્રણી કંપની Appleના iPhoneની કિંમતોમાં વાર્ષિક ધોરણે 20-22 ટકાનો વધારો થયો છે.

યૂઝર્સને Appleની ‘મોટી ભેટ’! માર્ચમાં એન્ટ્રી કરી શકે છે ‘iPhone 18e’, આટલી હશે ‘કિંમત’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">