AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતના ઐતિહાસિક કિલ્લેથી વિશ્વને શાંતિ અને સહયોગનો સંદેશ, PM મોદીની મોટી વાત

પ્રધાનમંત્રી મોદીએ SCOના સભ્યતા સંવાદ મંચને વિશ્વને નવી દિશા આપનારું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું. તેમણે સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ વધારવા અને વૈશ્વિક શાંતિ માટે તેના મહત્વ પર ભાર મૂક્યો.

Breaking News : ભારતના ઐતિહાસિક કિલ્લેથી વિશ્વને શાંતિ અને સહયોગનો સંદેશ, PM મોદીની મોટી વાત
| Updated on: Nov 20, 2026 | 7:48 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના જૂના કિલ્લા ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના પ્રથમ સભ્યતા સંવાદ મંચને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે SCOનું સભ્યતા સંવાદ મંચ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ બનીને નહીં રહે, પરંતુ વિશ્વને નવી દિશા આપનારું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મંચ નવા વિચારોને પ્રોત્સાહન આપવાની સાથે સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગની નવી તકો ઊભી કરશે.

PM મોદીએ જણાવ્યું હતું કે થોડા મહિના પહેલાં SCOએ પોતાની સ્થાપનાની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સંગઠને સુરક્ષા, અર્થતંત્ર અને કનેક્ટિવિટી સહિતના ક્ષેત્રોમાં સહયોગનો વ્યાપ વધાર્યો છે. હવે સભ્ય દેશો વચ્ચે પરસ્પર સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી સહયોગને મજબૂત બનાવવાનો સમય છે. તેમના મતે, સાંસ્કૃતિક જોડાણ વૈશ્વિક શાંતિ માટેનું એક મજબૂત માધ્યમ બની શકે છે.

લોકો વચ્ચેના જોડાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં આ વિષયો પર ચર્ચા થઈ રહી છે, પરંતુ આ વિચારધારા આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં વિકસાવી હતી. લગભગ 5,000 વર્ષ પહેલાં સિંધુ ખીણની સભ્યતા અને મેસોપોટેમિયા વચ્ચે વેપારી સંબંધો હતા. ત્યારબાદ વિવિધ વેપાર માર્ગો દ્વારા ભારત, ચીન, મધ્ય એશિયા અને યુરેશિયાના વિસ્તારો એકબીજા સાથે જોડાયા હતા. આ માર્ગો પર વેપારીઓની સાથે વિદ્વાનો અને બૌદ્ધ સાધુઓ પણ મુસાફરી કરતા હતા, જેના પરિણામે વિચારો, ભાષાઓ અને પરંપરાઓનું આદાનપ્રદાન થયું હતું.

જૂના કિલ્લાના ઐતિહાસિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે આ સ્થળ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે સામ્રાજ્યોએ ભલે વિશ્વનો નકશો બદલ્યો હોય, પરંતુ સભ્યતાલક્ષી સંવાદોએ વિશ્વની વિચારધારાઓને સમૃદ્ધ બનાવી છે. ભૌગોલિક અને રાજકીય સીમાઓથી આગળ વધીને સાંસ્કૃતિક વારસો લોકોને એકબીજાની નજીક લાવે છે. આજના વૈશ્વિક તણાવ અને અશાંતિના સમયમાં આ પ્રકારના સંવાદોનું મહત્ત્વ વધુ વધી જાય છે.

Diljit Dosanjhના કોન્સર્ટને લઈ ‘ટ્રાફિક જાહેરનામું’, મોટેરાથી આટલા માર્ગો બંધ ને પોલીસ પણ ‘એલર્ટ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">