એક લીટર બ્લડની કિંમત રૂ.10,00,000…શું તમારી પાસે છે આ બ્લડ ? માર્કેટમાં છે ખૂબ ડિમાંડ
કોઈપણ વ્યક્તિના જીવન માટે ઓક્સિજન અને બ્લડ સૌથી મહત્વપૂર્ણ છે. તેના વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર એક એવો જીવ છે જેનું લોહી મનુષ્ય માટે અમૃત સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ જીવનું લોહી લાખોમાં વેચાય છે. આજે અમે તમને જણાવીશું કે આ જીવનું બ્લડ મનુષ્ય માટે કેમ આટલું ઉપયોગી છે.
પૃથ્વી અનેક રહસ્યમય વસ્તુઓથી ભરેલી છે. પૃથ્વી પર અનેક અનોખા સ્થળો અને અનોખા જીવો જોવા મળે છે. ત્યારે આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું લોહી દુનિયામાં સૌથી મોંઘું છે. એટલું જ નહીં, માણસ હોય કે જાનવર દરેકનું બ્લડ લાલ હોય છે, પરંતુ આ જીવના બ્લડનો રંગ બ્લુ છે એટલે કે આ લોહી વાદળી રંગનું છે.
કોઈપણ વ્યક્તિના જીવન માટે ઓક્સિજન અને બ્લડ સૌથી મહત્વપૂર્ણ છે. તેના વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર એક એવો જીવ છે જેનું લોહી મનુષ્ય માટે અમૃત સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ જીવનું લોહી લાખોમાં વેચાય છે. આજે અમે તમને જણાવીશું કે આ જીવનું બ્લડ મનુષ્ય માટે કેમ આટલું ઉપયોગી છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર અમેરિકાના સમુદ્રમાં જોવા મળતા કરચલાના લોહીને સૌથી મોંઘુ માનવામાં આવે છે. આ કરચલાને હોર્સશૂ કહેવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ લોહીનો રંગ લાલ નહીં પણ વાદળી છે. આ કરચલો ઘોડાની નાળ જેવો દેખાય છે, તેથી તેનું નામ હોર્સશૂ ક્રેબ રાખવામાં આવ્યું છે. કરચલાની આ પ્રજાતિ વર્ષોથી પૃથ્વી પર છે. જો કે કરચલાનું વાદળી લોહી હવે તેના અસ્તિત્વ માટે ખતરો બની ગયું છે. આ કરચલાનું લોહી તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે મેડિકલ સાયન્સમાં વપરાય છે.
હોર્સશૂ કરચલા
હોર્સશૂ કરચલા એ વિશ્વના સૌથી જૂના જીવોમાંનું એક છે. આ જીવો પૃથ્વી પરના ડાયનાસોર કરતાં જૂના છે અને ઓછામાં ઓછા 450 મિલિયન વર્ષોથી આ ગ્રહ પર છે. ઘોડાની નાળ જેવા દેખાતા આ કરચલા વસંત ઋતુમાં મે – જૂન દરમિયાન પૂનમની આસપાસ જ્યારે દરિયામાં ફુલ ભરતી આવે છે, તે દરમિયાન જોઈ શકાય છે. આ જીવો હજી પણ એટલાન્ટિક, હિંદ અને પ્રશાંત મહાસાગરોમાં જોઈ શકાય છે અને આ જીવે અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે.
તમને જણાવી દઈએ કે, મનુષ્ય અને અન્ય જીવોનું લોહી લાલ હોય છે અને તેમાં હિમોગ્લોબિન જોવા મળે છે, જ્યારે આ કરચલાનું લોહી વાદળી હોય છે. લોહીમાં કોપર આધારિત હેમોસાયનિન હોય છે, જે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડે છે.
આ બ્લડનો ઉપયોગ અને કિંમત
1970થી વૈજ્ઞાનિકો તબીબી ઉપકરણો અને દવાઓ જંતુરહિત છે કે નહીં તેની ચકાસણી માટે આ કરચલાના લોહીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તે ઘણી દવાઓ વિશે સચોટ માહિતી મેળવવામાં મદદ કરે છે. આ સિવાય આ કરચલાના વાદળી લોહીનો ઉપયોગ દવાઓમાં શરીરની અંદર ઈન્જેક્શન દ્વારા ખતરનાક બેક્ટેરિયાને ઓળખવા માટે કરવામાં આવે છે. તે ખતરનાક બેક્ટેરિયા વિશે સચોટ માહિતી આપે છે.
આ કરચલાના લોહીમાં એમીબોસાઇટ્સ કોષો જોવા મળે છે. જ્યારે આ કોષો કોઈપણ રોગ પેદા કરતા પેથોજેન્સના સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ એક રસાયણ છોડે છે જે તે વિસ્તારના લોહીને જમાવી નાખે છે. આ પ્રક્રિયામાં બેક્ટેરિયા સ્થિર લોહીમાં ફસાઈ જાય છે અને તરત જ નાશ પામે છે. લોહીને જમાવીને બેક્ટેરિયા અથવા વાયરસને નષ્ટ નાખવાની આ ગુણવત્તા આપણા માટે ઉપયોગી છે.
રિસર્ચ દરમિયાન જ્યારે આ તત્વ પ્રથમ વખત લોહીમાંથી કાઢવામાં આવ્યું ત્યારે તેને લિમુલસ એમેબોસાઇટ લાયસેટ કહેવામાં આવતું હતું, હવે તેને ટૂંકાવીને LAL કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે તેના લોહીમાં રહેલા તત્વોનો ઉપયોગ કરીને તબીબી ઉપકરણોને સંપૂર્ણપણે જીવાણુમુક્ત બનાવી શકાય છે.
આ વાત સાબિત થતાં જ આ દરિયાઈ જીવનું લોહી સોના કરતાં પણ વધુ મૂલ્યવાન બની ગયું. 1970ના દાયકાથી તબીબી નિષ્ણાતો આ જીવના લોહીનો ઉપયોગ તબીબી સાધનો અને દવાઓ સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત છે કે કેમ તે ચકાસવા માટે કરી રહ્યા છે. આ સાધનોમાં માત્ર સિરીંજ જ નહીં પરંતુ ઇન્ટ્રાવેનસ, સર્જરી અને રસીકરણ દરમિયાન વપરાતા સાધનોનો પણ સમાવેશ થાય છે.
મેડિકલ સાયન્સમાં તેના લોહીની માંગ એટલી વધારે છે કે તે લગભગ 10 લાખ રૂપિયા પ્રતિ લિટરમાં વેચાય છે. આ કરચલાનું લોહી વિશ્વનું સૌથી મોંઘું લોહી છે. એક રિપોર્ટ અનુસાર, લોહી કાઢવા માટે દર વર્ષે 5 લાખથી વધુ હોર્સશૂ કરચલાઓને મારી નાખવામાં આવે છે.
કેવી રીતે કાઢવામાં આવે છે બ્લડ ?
મળતી માહિતી મુજબ આ કરચલાઓ અલગ-અલગ જગ્યાએથી પકડવામાં આવે છે. તેઓને સારી રીતે સાફ કરવામાં આવે છે અને પછી લેબમાં લઈ જવામાં આવે છે. કરચલાઓને એક સ્ટેન્ડ પર જીવતા ફીટ કરવામાં આવે છે અને તેમની નીચે એક બોટલ મૂકવામાં આવે છે જેમાં તેમના મોં પાસેની નસમાં સિરીંજ નાખવામાં આવે છે, પછી ધીમે ધીમે બોટલમાં લોહી એકઠું થાય છે. આ કરચલાઓમાં 30 ટકા લોહી રહેવા દેવામાં આવે છે, બાદમાં તેમને છોડી મુકવામાં આવે છે. જો કે, મોટાભાગના કરચલાઓ મૃત્યુ પામે છે.
લોહીનો રંગ કેમ હોય છે બ્લુ ?
આ કરચલાના લોહીનો રંગ વાદળી હોય છે, કારણ કે તેના લોહીમાં તાંબાના અણુઓ જોવા મળે છે. જ્યારે માનવ રક્તમાં આયર્નના અણુઓ હોય છે જેના કારણે માનવ રક્તનો રંગ લાલ હોય છે. આ કરચલાના માત્ર વાદળી લોહીના કારણે વૈજ્ઞાનિકો તેનું બ્લડ કાઢતા નથી, પરંતુ તેના લોહીમાં એક ખાસ રસાયણ હોય છે, જે બેક્ટેરિયાની આસપાસ જમા થાય છે તે ખુબ ઉપયોગી છે.
આ લોહી બહુ ઓછી માત્રામાં પણ બેક્ટેરિયાને ઓળખી શકે છે અને લોહીના ગંઠાઈ જવાના રસાયણને કારણે અમેરિકન પ્રજાતિઓ માટે લિમુલસ એમેબોસાઈટ લાયસેટ ટેસ્ટ અને એશિયન પ્રજાતિઓ માટે ટેકીપલ્સ એમેબોસાઈટ લાયસેટ ટેસ્ટ કરવામાં આવે છે.
લુપ્ત થવાના આરે હોર્સશૂ કરચલો
વિશ્વમાં હાલ હોર્સશૂ કરચલાની ચાર પ્રજાતિઓ જ રહી છે. આ પ્રજાતિઓ બાયોમેડિકલ હેતુઓ માટે વધુ પડતો ઉપયોગ અને માછલીના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા હોવાથી તેમજ પ્રદૂષણના કારણે જોખમમાં છે. દરિયાઈ જીવોના સંરક્ષણ પર કામ કરતા વૈજ્ઞાનિકોને ડર છે કે એટલાન્ટિક હોર્સશૂ કરચલો ટૂંક સમયમાં એશિયન હોર્સશૂ કરચલાની જેમ લુપ્ત થઈ જશે. બાયોમેડિકલ પરીક્ષણને કારણે એશિયન હોર્સશૂ કરચલા તાઈવાન અને હવે હોંગકોંગમાંથી લુપ્ત થઈ ગયા છે. જ્યારે અમેરિકન હોર્સશૂ કરચલો પણ હવે લુપ્ત થવાના આરે આવીને ઊભો છે.
આ પણ વાંચો દિલ્હીનો લાલ કિલ્લો પહેલા હતો સફેદ, જાણો કેવી રીતે બદલાયો રંગ