T-20 રાજસ્થાન રોયલ્સે સિઝનનુ પહેલુ 200 પાર લક્ષ્યાંક આપ્યુ, સીએસકે માટે 217 રનનુ લક્ષ્ય

ટી-20 લીગની આજે ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. શારજાહ સ્થિત સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં સીએસકેએ પહેલા ટોસ જીતી ને પ્રથમ ફીલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જ્યારે રાજસ્થાન તરફ થી ઓપનીંગ જોડી મેદાનમાં સિઝનની તેમની પ્રથમ મેચમાં રમવા ઉતરતા, ઓપનર અને કેપ્ટન સ્ટીવ સ્મિથે સારી શરુઆત ટીમને કરાવી હતી. તેણે […]

T-20 રાજસ્થાન રોયલ્સે સિઝનનુ પહેલુ 200 પાર લક્ષ્યાંક આપ્યુ, સીએસકે માટે 217 રનનુ લક્ષ્ય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 22, 2020 | 9:34 PM

ટી-20 લીગની આજે ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. શારજાહ સ્થિત સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં સીએસકેએ પહેલા ટોસ જીતી ને પ્રથમ ફીલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જ્યારે રાજસ્થાન તરફ થી ઓપનીંગ જોડી મેદાનમાં સિઝનની તેમની પ્રથમ મેચમાં રમવા ઉતરતા, ઓપનર અને કેપ્ટન સ્ટીવ સ્મિથે સારી શરુઆત ટીમને કરાવી હતી. તેણે 47 બોલમાં 69 રન કર્યા હતા. રાજસ્થાને પ્રથમ સિંઝનનો પહેલો મોટ સ્કોર 200 રનથી વધુનો નોંધાવ્યો હતો. આમ સીએસકે ને માટે પહાડી લક્ષ્ય સામે રાખી દીધુ હતુ. 07 વિકેટ ગુમાવીને  216 રનની પારી સાથે રાજસ્થાને રોયલ સ્કોર ખડક્યો હતો. જે લક્ષ્યાંક બેદવુ સીએસકે માટે મુશ્કેલ બની શકે છેે.T-20

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓપનર યશ્વી જયસ્વાલ છ બોલમાં છ રન કરીને દીપક ચહરનો શિકાર થઇ ગયો હતો. ત્યાર બાદ વિકેટકિપર અને બેટ્સમેન સંજુ સૈમસન મેદનામાં આવતા જ તેણે સ્ફોટક બેટીંગ થી શરુઆત કરીને 19 બોલમાં જ અર્ધશતક કરી દીધુ હતુ. સૈમસને સતત છગ્ગા ભરી રમત દાખવી મેચને દર્શકો માટે રોમાંચક બનાવી દીધી હતી. તેણે સ્મિથ સાથે સારી શરુઆત કરી હતી અને ટીમને એક સન્માનીય સ્થિતીના સ્કોર પર લઇ જવા માટે સફળ પ્રયાસ કર્યો હતો. સીએસકેનો પ્રથમ મેચમાં સફળ પુયુષ ચાવલા રાજસ્થાન સામે મોંઘો બોલર સાબિત થયો હતો.

સંજુ સૈમસનની તોફાની બેટીંગ

સંજુ સેમસન ની રમત આજે ચાહકોને મઝા આપતી રહી હતી. રાજસ્થાન રોયલ્સ ના જોસ બટલરની ગેરહાજરીમાં આજે કેપ્ટન સ્મિથ ખુદ ઓપનીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. તેની સાથે વન ડાઉન તરીકે આવેલા ખેલાડી સંજુ સૈમસને શરુઆત થી જ તોફાની બેટીંગ થી ભરપુર દેખાવ શરુ કર્યો હતો અને તેમે છગ્ગા થી ભરપુરતા સાથે 19 બોલમાં જ તેનુ અર્ધ શતક ફટકારી દીધુ હતુ. તેણે 32 બોલમાં 74 રન કર્યા હતા. તેની પારી દરમ્યાન તેણે 09 છગ્ગા અને 01 ચોગ્ગો ફટકાર્યો હતો. તેની આ રમતને લઇ ને જ રાજસ્થાન રોયલ ના લક્ષ્યની દીશા નક્કી થઇ ચુકી હતી.

સીએસકે નુ બોંલીંગ આક્રમણ

સીએસકે ને પહેલી જ વિકેટ ઓપનર જયસ્વાલની મળતા જ સીએસકે ને સારી શરુઆત મળવાની આશા બોલરોને થઇ હતી. પરંતુ ત્યાર બાદ સ્મિથ અને સંજુની જોડીને તોડતા સીએસકે ના બોલરોને નાકે દમ આવી ગચો હતો પરંતુ 12 મી ઓવરમાં આ સફળતા લુંગી એનગીડીને મળી હતી. સેમ કરને સ્કોરને પકડમાં લેતી ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેને ઓપનર સ્મિથ,રાહુલ તેવટીયા અને રીયાન પરાગ ને પેવેલીયન મોકલવાની સફળતા મળી હતી. એનગીડી, ચહર અને ચાવલાને એક એક વિકેટ મળી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેની ચાર ઓવરમાં 40 રન આપવા સામે એક પણ વિકેટ મળી શકી નહોતી.

બંને વચ્ચેનો હાર જીતનો રેકોર્ડ ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ વિરુદ્ધ ચેન્નાઇ સપર કિંગ્સ વચ્ચે કુલ 21 મુકાબલા થઇ ચુક્યા છે. જેમાં પલડુ ચેન્નાઇ નુ ભારે રહ્યુ છે, ચેન્નાઇ ને 14 વખત જીત પ્રાપ્ત થઇ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સને માત્ર સાત વખત જ વિજય મળ્યો છે. જોકે હવે આજના સ્કોર ને જોતા કોણ પોતાના રેકોર્ડને વધુ સારો કરે છે જોવુ રહ્યુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">