T-20: પંજાબ સામે ટક્કર પહેલા દિલ્હીના કોચે નબળાઇ જણાવતા કહ્યું, લક્ષ્યાંક હાંસલ કરવા પાવરધાં બનવું પડશે

ટી-20 લીગમાં આજે દિલ્હી કેપીટલ્સ પંજાબ સામે મેચ રમશે. દિલ્હી જોકે આ સિઝનમાં  ટોપર ટીમ બની રહી છે. નવ પૈકી સાત મેચ તે જીતી ચુકી છે. આમ હવે તે પ્લેઓફના ઉંબરે પહોંચી ચુકી છે. દરેક મેચમાં તેનો કોઇના કોઇ ખેલાડી હીરોગીરી કરી લે છે. અને ટીમ વિજેતા નિવડી જાય છે. આ કારણથી જ ટીમ દિલ્હી […]

T-20: પંજાબ સામે ટક્કર પહેલા દિલ્હીના કોચે નબળાઇ જણાવતા કહ્યું, લક્ષ્યાંક હાંસલ કરવા પાવરધાં બનવું પડશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 20, 2020 | 12:37 PM

ટી-20 લીગમાં આજે દિલ્હી કેપીટલ્સ પંજાબ સામે મેચ રમશે. દિલ્હી જોકે આ સિઝનમાં  ટોપર ટીમ બની રહી છે. નવ પૈકી સાત મેચ તે જીતી ચુકી છે. આમ હવે તે પ્લેઓફના ઉંબરે પહોંચી ચુકી છે. દરેક મેચમાં તેનો કોઇના કોઇ ખેલાડી હીરોગીરી કરી લે છે. અને ટીમ વિજેતા નિવડી જાય છે. આ કારણથી જ ટીમ દિલ્હી સિઝનમાં ટાઇટલ માટે પણ દાવેદાર હોવાનું વિશ્લેષકો માને છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આમ હવે દિલ્હીએ અગાઉના કરતા બમણી જવાબદારી અને ગંભીરતાથી આગળ વધવાનુ છે. હવે આગળના પડાવ માટે કોચ કૈફે આવી જ સલાહ અને જરુરીયાતની વાત કરી છે. દિલ્હીએ સાત મેચ જીતી છે. અને બે મેચ હારી છે. જે બે મેચ હારી છે તેમાં એક સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લક્ષ્યની પાછલ દોડતા હારી હતી. સનરાઇઝર્સ સામે 29 સપ્ટેમ્બરે શ્રેયસ ઐયરની ટીમે 163 રનના લક્ષ્યને હાંસલ કરવા માટે પીછો કર્યો પણ તેમાં નિષ્ફળ રહ્યા. જોકે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સના 180 રનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહ્યા.

દિલ્હીએ હવે મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમવાનુ છે. મેચના અગાઉ જ કોચ મોહમંદ કૈફે કહ્યું છેકે, અત્યારે અમે ખુબ જ ખુશ છીએ. કારણ કે અમે જે રીતે પહેલા મેચમાં લક્ષ્યનો પીછો કર્યો. તેમાં અમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. અમે 160 નુ લક્ષ્ય હાંસલ નહતા કરી શક્યા. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સ સામેસારુ પ્રદર્શન કર્યુ  હતું. અમે લક્ષ્યાંકને સારી રીતે હાંસલ નથી કરી રહ્યા.

કૈફે કહ્યુ, ટી-20 લીગ જેવી ટુર્નામેન્ટને જીતવા માટે તમારે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવા પડશે. જો તમે પ્રથમ બેટીંગ કરો છો તો મોટો સ્કોર કરવો જરુરી છે. જોકે અમે આ ટુર્નામેન્ટમાં અમે આ કરી રહ્યા છીએ, પરંતુ જો તમે પછી થી બેટીંગ કરો છો, એટલે કે બીજી ઇનીંગ રમો છો તો તમારે લક્ષ્ય હાંસલ કરવા માટે સક્ષમ રહેવુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">