Franklin Templeton મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે રાહતના સમાચાર, સોમવારે એકાઉન્ટમાં પૈસા આવશે, જાણો વિગતવાર

સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટોન એસેટ મેનેજમેન્ટ ને બે વર્ષ માટે કોઈ નવી ડેટ સ્કીમ દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હકીકતમાં, 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીએ લગભગ 26,000 કરોડની સંપત્તિવાળી 6 ડેટ સ્કીમ બંધ કરી દીધી હતી.

Franklin Templeton મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે રાહતના સમાચાર, સોમવારે એકાઉન્ટમાં પૈસા આવશે, જાણો વિગતવાર
Franklin Templeton MF
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:32 PM

Franklin Templeton મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે રાહતના સમાચાર છે. SBI ફંડ્સ મેનેજમેન્ટ(SBI Mutual Funds) ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ( Franklin Templeton MF)ની છ બંધ યોજનાઓના યુનિટહોલ્ડરોને 3,303 કરોડ રૂપિયાના પાંચમા હપ્તાનું વિતરણ કરશે. આ રકમનું વિતરણ સોમવારથી શરૂ કરવામાં આવશે. ફ્રેન્કલિન ટેમ્પલટન એમએફના પ્રવક્તાએ રવિવારે કહ્યું આ સાથે જ કુલ વિતરણ રૂ 21,080 કરોડ પર પહોંચી જશે. 23 એપ્રિલ, 2020 સુધીમાં મેનેજમેન્ટ હેઠળની કુલ સંપત્તિ (AUM ) માં તે 84 ટકા રહેશે.

ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ 9,122 કરોડનું વિતરણ કરાયું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહ દરમિયાન રોકાણકારોને રૂ 2,962 કરોડ, 3 મેના સપ્તાહમાં 2,489 કરોડ અને 7 જૂનના સપ્તાહમાં 3,205 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે એસબીઆઇ ફંડ્સ મેનેજર તમામ છ યોજનાઓના એકમ ધારકોને આગામી હપ્તા તરીકે 3,302.75 કરોડ રૂપિયા વિતરણ કરવામાં આવશે. રોકાણકારો કે જેમના ખાતા KYC થયું છેતેમને આ ચુકવણી 12 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક રૂપિયાથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ચુકવણી યુનિટ ધારકોને તેમના એકમોના ગુણોત્તરમાં નેટ એસેટ વેલ્યુ (NAV) ના આધારે 9 જુલાઈના રોજ કરવામાં આવશે. આ ચુકવણી એસબીઆઈ એમએફ દ્વારા તમામ પાત્ર યુનિટ ધારકોને ઇલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ યોજનાઓ માટે લિક્વિડેટર તરીકે એસબીઆઈ એમએફની નિમણૂક કરી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

SAT માં મોટી રાહત ગયા મહિને ફ્રેન્કલિન ટેમ્પલટનને સેબીના આદેશના સંબંધમાં સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) તરફથી મોટી રાહત મળી હતી. સેટે સેબીના આદેશ પર સ્ટે મુક્યો હતો જે હેઠળ કંપનીને નવી ડેટ સ્કીમ રજૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. SAT એ ફ્રેન્કલિન ટેમ્પલટનને આગામી ત્રણ અઠવાડિયામાં 250 કરોડ રૂપિયા જમા કરવા જણાવ્યું હતું. આ રકમ escrow accountમાં જમા કરવામાં આવશે. આ કેસમાં SAT ની આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે.

નવી ડેટ સ્કીમ પર બે વર્ષ માટે પ્રતિબંધ સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટોન એસેટ મેનેજમેન્ટ ને બે વર્ષ માટે કોઈ નવી ડેટ સ્કીમ દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હકીકતમાં, 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીએ લગભગ 26,000 કરોડની સંપત્તિવાળી 6 ડેટ સ્કીમ બંધ કરી દીધી હતી. ફ્રેન્કલિન ટેમ્પલટને પૈસાના અભાવને કારણ ગણાવ્યું હતું . જોકે, સેબીનું માનવું છે કે કંપનીની ડેટ સ્કીમમાં ગંભીર ક્ષતિ બહાર આવી છે જે નિયમોની વિરુદ્ધ છે. ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટે 2020 દરમિયાન લેવામાં આવેલી મેનેજમેન્ટ અને એડવાઈઝરી ફીને 12% વ્યાજ સાથે પરત આપવાનો નિર્દેશ આપ્યો હતો જેનું કુલ મૂલ્ય 512 કરોડ રૂપિયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">