હિંદુઓને નફરત કરનારા, હિંદુત્વ વિરોધી, ગુજરાત વિરોધી ઝોહરાન મમદાની શું બની શકશે દુનિયાના સૌથી મોંઘા શહેરના મેયર? વાંચો
ભારતીય મૂળના ઝોહરાન મમદાની અમેરિકાના સૌથી અમીર શહેર એવા ન્યૂયોર્ક શહેરના મેયર બની શકે છે. એક રીતે જોવા જઈએ તો કોઈપણ ભારતીય મૂળના નાગરિક જ્યારે વિદેશમાં આટલા મોટા પદ સુધી પહોંચે તો દરેક ભારતીયને ગર્વ થાય તે સ્વાભાવિક છે. પરંતુ અહી મુદ્દો જરા અલગ પ્રકારનો છે. આવો જાણીએ.

અહીં જે ભારતીય મૂળના શખ્સની આપણે વાત કરી રહ્યા છીએ તે હિંદુ, વિરોધી, હિંદુત્વ વિરોધી અને ભારત વિરોધી, મોદી વિરોધી, ભાજપ વિરોધી માનવામાં આવી રહ્યા છે. ઝોહરાન મમદાની વાસ્તવમાં એ ટુલકિટનો જ એક ભાગ છે જેઓ વિદેશમાં રહીને ભારતમાં દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, આગળ વધારે છે અને ભારતમાં રહેલા આ દેશવિરોધી વર્ગને આ ટુલકિટના માધ્યમથી ઈંધણ, ફન્ડ મળે છે. ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનવા માટે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. સૌથી પહેલા તો તેના ભારતીય મૂળ વિશે આપને જણાવીએ કે તેનો ભારત સાથે શું નાતો છે અને ભારતના હિંદુઓને તેઓ કેટલી નફરત કરે છે તેના વિશે જણાવશુ. કોણ છે ઝોહરાન મમદાની? 33 વર્ષિય ઝોહરાન મમદાની ઈન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ એજ મીરા નાયર જેમણે ‘સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમ સેક’...